તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 31st October 2024
ઝૂંપટપટ્ટીનાં બાળકોના જીવનમાં ઉજાસ ફેલાવતું આયુષ્માન ચિલ્ડ્રન ટ્રસ્ટ
મીઠાઇ, ફટાકડા, કપડાં સહિતની વસ્તુઓ અમદાવાદના સ્પેશ્યલ પોલીસ કમિશનર અજય ચોધરી હસ્તે અર્પણ

રાજકોટઃ અમદાવાદના મકરબા વિસ્તારમાં આયુષ્માન ચિલ્ડ્રન સેવા ટ્રસ્ટ દ્વારા મીઠાઈ, ફટાકડા, કપડાં, અભ્યાસ કીટ સહિતની વસ્તુઓ અર્પણ કરતા બાળકોના જીવનમાં ઉજાસ પથરાયો હતો. આ ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક રવિવારે જરૂરિયાતમંદ બાળકો માટે ખૂબ ઉપયોગી પ્રવળત્તિઓ થાય છે. દીપોત્સવી અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં માનવીય અભિગમ ધરાવતાં અમદાવાદના સ્પેશ્યલ પોલીસ કમિશનર અજય ચોધરી જેવા લોકપ્રિય આઇપીએસ હસ્તે આ વિતરણ કરાવતા સોનામાં સુગંધ ભળી હતી.
આ સુંદર અને અનુકરણીય પ્રવળત્તિઓ નયન પ્રજાપતિ, અમન પટેલ અને તપન પરીખ ટીમ દ્વારા ચાલતુ હોવાનું જણાવાયું.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
