News of Thursday, 31st October 2024
જેતપુર ગામ પાસેથી પોલીસે દારૂના ક્વાટરીયા સહિત રૂ.૨૫,૬૬૦ ના મુદ્દામાલ સાથે એકને દબોચી લીધો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લા ના તિલકવાડા તાલુકાના જેતપુર ગામ પાસેથી બાઈક ઉપર લઇ જવાતા દારૂ સાથે એક શખ્સ ને ઝડપી ગુનો દાખલ કર્યો છે
મળતી માહિતી અનુસાર તિલકવાડા પોલીસે ચેકીંગ દરમિયાન તિલકવાડા પોલીસ ચેકીંગમાં હતી તે સમયે ગલુપુરાથી જેતપુર હાઇવે સ્ટેન્ડ વચ્ચે રમેશભાઈ કરમાભાઈ ડુંગરાભીલ પોતાની કબ્જાની બાઇક નંબર-GJ-34-P-3880 કિ.રૂ.૨૦,૦૦૦ માં શીટ નીચે આવેલ ડેકીમા ભારતીય બનાવટનો વિદેશી દારૂ પ્લાસ્ટીકના છુટા ક્વાટરીયા નંગ-૪૨ કિ.રૂ.૫૬૬૦ નો મુદ્દામાલ અક્ષય ભાઈ નારણભાઈ તડવી (રહે.જેતપુર તા.તિલકવાડા જી.નર્મદા) ને આપવા જતા મુદ્દામાલ તેમજ બાઇક મળી કુલ્લે રૂપિયા-૨૫,૬૬૦ સાથે પોલીસની નાકાબંધી દરમ્યાન પકડાઈ ગયો હતો.
(9:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
