તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 31st October 2024
ઓરી ગામમાં રૂપિયા નહિ આપનાર શખ્શ પર રૂપિયા માંગનાર શખ્સનો કોયતા વડે હુમલો, હત્યાની કોશીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકાના ઓરી ગામમાં રૂપિયા બાબતે માથાકૂટ થતા કોયતા વડે હુમલો કરી મારી નાખવાની કોશિશ કરતા પોલીસે ગુનો દાખલ કર્યો છે
પ્રાપ્ત વિગતો અનુસાર મહેશભાઈ જગદીશભાઈ માછી (રહે.ઓરી માછી ફળીયું )નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેમના જ ફળિયા ના રહેતા વિપુલભાઈ જેન્તીભાઈ માછીએ તેમની પાસે પૈસા માંગતા તેમણે કહ્યું કે મારી પાસે પૈસા નથી હુ જ મજુરીકામ કરીને માંડ માંડ મારૂ જીવન ગુજરાન ચલાવુ છુ તેમ કહેતા વિપુલ માછી એ તેમના ગળામાં જમણી બાજુ ઢીક મારીને ઘરની ઓરડીની બહાર નીકળી ગયા બાદ થોડીવારમા હાથમા શેરડી કાપવાનુ કોયતુ લઇને પાછો આવી મહેશભાઈ ને ઓરડીની લાઇટ બંધ કરી આજે તો તને જીવતો નહી છોડુ તેમ કહી જમણા કાન ઉપર ત્રણ વાર માથાના ભાગે કોયતાથી ઘા મારી જીવલેણ ઈજાઓ પહોંચાડી હત્યા કરવાની કોશિશ કરતા આમલેથા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
(9:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
