<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર એક્તા પરેડની ઉજવણીમાં ફરજ બજાવતા PSI ના મોતથી પોલીસ બેડામાં શોક

બે દિવસ પહેલાં સ્ટેચ્યુ પર ફરજ પર મુકાયેલા સુરત ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઈને અચાનક એટેક આવતા મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:છેલ્લા ઘણા દિવસો થી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા દિવસની ઉજવણી ની તડામાર તૈયારીઓ ચાલતી હતી જેમાં વહીવટી તંત્ર પોરવાયેલું હતું અને નર્મદા સહિત સુરત સહિત કેટલાક જીલ્લાઓમાંથી પોલીસ કાફલો ત્યાં ફરજ પર મુકાયો હતો, આજે ૩૧  ઓક્ટોમ્બર એકતા દિવસ ની ઉજવણી માટે આવેલા પીએમ નરેન્દ્રભાઇ મોદી સહિત ના મહાનુભાવો અને અધિકારીઓ ત્યાં વ્યસ્ત હતા ત્યારે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પૂર્ણ થયા બાદ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ના પગ પાસે જ બે દિવસથી ફરજ બજાવતા મૂળ નર્મદા જિલ્લાનાં દેડીયાપાડા નાં વતની અને  સુરત ગ્રામ્ય પોલીસ માં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા સનાભાઈ વસાવા ને અચાનક હાર્ટ એટેક આવતા તેમને તાત્કાલિક નવનિર્મિત ટ્રોમાં હોસ્પિટલ માં લઇ જવામાં આવ્યા ત્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતા પોલીસ બેડામાં માતમ છવાયું હતું. અને સતત એકતા દિવસની ઉજવણી માં પોરવાયેલા ત્યાંના અધિકારીઓને પીએસઆઈના મોતથી દોડધામ વધી હતી.


 

(9:47 PM IST)