તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 31st October 2024
ગાંધીનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી પરિવાર સાથે દિવાળી પર્વની ઉજવણી કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ
દિપાવલી અને નૂતન વર્ષ ની શુભેચ્છાઓ પાઠવતા વસાહત ને સ્વચ્છતા સફાઈમા અન્ય માટે ઉદાહરણ રૂપ બનાવવા પણ અનુરોધ કર્યો

ગાંધીનગર :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દીપોત્સવ પર્વ દિવાળીની વિશેષ ઉજવણી ગાંધીનગરમાં પ્રધાન મંત્રી આવાસ યોજનાના લાભાર્થી પરિવારો સાથે લાભાર્થીઓની પોતીકી વસાહત નમો નારાયણ રેસીડેન્સી માં સૌ સાથે મળીને કરી હતી.
મુખ્યમંત્રીએ આ ઉમંગ ઉજવણીમાં સૌ વસાહતીઓને પ્રેરણા આપતા કહ્યું કે તમારા પોતીકા આવાસની આ વસાહતમાં સૌ સાથે મળીને જેમ દિપાવલી ઉજવે છે તેમ સમગ્ર વસાહતની સ્વચ્છતા સફાઈ પણ સૌ કાળજી લઈને રાખે.
તેમણે સૌ વસાહતીઓને દિપાવલી અને નૂતન વર્ષ ની શુભેચ્છાઓ પાઠવતા વસાહત ને સ્વચ્છતા સફાઈમા અન્ય માટે ઉદાહરણ રૂપ બનાવવા પણ અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીએ આવાસ યોજનાના લાભાર્થી પરિવારો સાથે દિવાળી શુભ કામના આદાન પ્રદાન કર્યું હતું અને આતશ બાજી નિહાળી હતી.
આ અવસરે ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાં બહેન પટેલ, ધારાસભ્ય શ્રીમતી રીટા બહેન પટેલ, મહાનગર પાલિકાના અને શહેર સંગઠનના પદાધિકારીઓ, હાઉસિંગ સચિવ ગોહિલ તેમજ અધિકારીઓ અને વસાહતી પરિવારો પણ ઉપસ્થિત રહ્યા હતાં
(10:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
