<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

'''સમય જ બળવાન છે. કેવો વિચિત્ર જોગ-સંજોગ છે' :ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ 'સમય બૉમ્બ 'ફોડ્યો : સલમાનને અપરાધી ગણાવ્યો !!

-ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ટ્વીટમાં લખ્યું છે કે, સમય જ બળવાન છે, કેવો વિચિત્ર જોગ-સંજોગ છે. 'જે માણસ શંકાસ્પદ કાળા હરણનો અપરાધી છે, એને પોલીસ ચોવીસ કલાક રક્ષણ આપે છે' આનું નામ જ સમય!

અમદાવાદ :ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ટ્વીટમાં લખ્યું છે કે, સમય જ બળવાન છે, કેવો વિચિત્ર જોગ-સંજોગ છે. 'જે માણસ શંકાસ્પદ કાળા હરણનો અપરાધી છે, એને પોલીસ ચોવીસ કલાક રક્ષણ આપે છે

   લોરેન્સ બિશ્નોઈ ગેંગ ફરી એકવાર ચર્ચામાં આવી છે. તાજેતરમાં સલમાન ખાનની ખાસ નજીકના ગણાતા બાબા સિદ્દિકીની હત્યા બાદ કથિત રીતે આ લોરેન્સ બિશ્નોઈ ગેંગે તે હત્યાની જવાબદારી લીધી છે. ત્યારથી સલમાન ખાનની સિક્યુરિટીમાં વધારો કરી દીધો છે. ત્યારે આ સમગ્ર ઘટના વર્તમાનમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. આ બધાની વચ્ચે ગુજરાતના પૂર્વ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાં કોઈનું નામ લીધા વિનાની આ ઘટના અનુસંધાને લાગે તેવી એક કટાક્ષ ભરી ટ્વીટ કરતા રાજકીય માહોલ ગરમાયો છે

   ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ટ્વીટમાં લખ્યું છે કે, સમય જ બળવાન છે, કેવો વિચિત્ર જોગ-સંજોગ છે. 'જે માણસ શંકાસ્પદ કાળા હરણનો અપરાધી છે, એને પોલીસ ચોવીસ કલાક રક્ષણ આપે છે'. આનું નામ જ સમય!

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની આ ટ્વીટ બાદ અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. જો કે, સલમાન ખાનને સિક્યુરિટી ભાજપ સરકારે જ આપી છે તો બીજી તરફ એમની ટ્વીટમાં તેઓ કોનું સમર્થન કરી રહ્યાં છે તે પણ એક મોટો સવાલ છે. જો કે, કોઈના નામ લીધા વિના તેમણે સમય બલવાન હોવાની વાત પમ કરી છે. પરંતુ આ વાત સલમાન ખાનની કરી તેવું ચોક્કસ અનુમાન લગાવી શકાય છે.

(11:18 PM IST)