<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st November 2024

અમદાવાદની કબાડી માર્કેટમાં દિવાળીની રાત્રે આગ ફાટી નીકળી: અનેક દુકાનો ભસ્મીભૂત

અમદાવાદમાં દિવાળીના દિવસે જ આગની ઘટના ઘટી હતી. જેમાં શહેરના મિર્ઝાપુર વિસ્તારના કબાડી માર્કેટમાં આગ લાગતા સમગ્ર માર્કેટ બળીને ખાખ થઇ ગયું હતું.

લોકોની ભારે અવરજવરથી ભરેલા માર્કેટમાં લાગેલી આ આગ એટલી ભયંકર હતી કે જેના કારણે સમગ્ર માર્કેટને પોતાની ઝપેટમાં લીધું હતું. ફટાકડાના કારણે દુકાનોમાં આગ લાગી હતી. જેમાં અનેક દુકાનો આગમાં સપડાતા ભારે નાસભાગ મચી હતી.

શહેરના મીર્ઝાપુર વિસ્તારમાં આવેલ કબાડી માર્કેટમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. કબાડી માર્કેટ હંમેશા લોકોની અવરજવરથી ભર્યું રહે છે. જોકે રાતના સમયે આગ લાગતા કોઇને જાનહાનિ થઇ ન હતી. 

(4:41 PM IST)