News of Friday, 1st November 2024
સાયલાના મોટા સખપરથી 4 દિવસ પહેલા અપહૃત બાળકી રાજકોટથી મળી અપહરણકાર બગોદરાથી ઝડપાયો
પોલીસ દ્વારા ૮ કરતા વધુ ટીમો બનાવાયેલઃ બાળકીની ઓળખ છુપાવવા વાળ કાપીને ટુંકા કરાયેલ

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના મોટા સખપર ગામેથી 4 દિવસ પહેલા 28 ઓકોટોબરે અપહરણ કરાયેલ બાળકી રાજકોટથી આવી છે. આ બાળકી સાથે કોઈ અઘટિત ઘટના ઘટી છે કે નહીં તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. સાત વર્ષની આ બાળકીને શોધવા માટે પોલીસની 8 કરતા વધુ ટીમો કામે લાગી હતી
આ બાળકીનું અપહરણ સાયલા તાલુકાના લિંબાળા ગામના શખ્સે કર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બાળકી ઓળખાય નહીં એ માટે અપહરણ કરનારે બાળકીના વાળ કપાવીને ટૂંકા કરી નાંખ્યા હતા. આ શખ્સ ચોરી કરેલી રિક્ષામાં બાળકીને લઈને ફરતો હતો. જો કે પોલીસના હાથે પકડાય એ પહેલા આ શખ્સ અન્ય એક કારની ચોરી કરીને નાસી ગયો હતો.
બગોદરાથી આરોપીની અટકાયત
આ બાળકી સાથે દુષ્કર્મ જેવી કોઈ અઘટિત ઘટના બની છે કે નહીં તે માટે ચોટીલા પોલીસે બાળકીનું મેડીકલ ચેકઅપ કરાવવાની પ્રક્રિયા હાથ ધરી છે. અપહરણ કરનાર આ શખ્સને અમદાવાદના બગોદરાથી ઝડપી પાડવામાં આવ્યો છે.
બાળકીનો તાંત્રિક વિધિમાં ઉપયોગ થયાની પરિવારને આશંકા
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના મોટા સખપર ગામમાંથી બે દિવસ પહેલા 28 તારીખે 7 વર્ષની બાળકી ગુમ થઇ હતી. બાળકીના પરિવારે ધજાળા પોલીસ મથકમાં બાળકીના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. આ સાત વર્ષની બાળકીને શોધવા માટે પોલીસની 8 કરતા વધુ ટીમો કામે લાગી હતી. બાળકીના પરિવારે બાળકીની હત્યાની આશંકા વ્યક્ત કરી હતી.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
