તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Friday, 1st November 2024
સુરતમાં દિવાળીની રાત્રે ફાયરબ્રીગેડ સતત દોડ્યુઃ નાની-મોટી 90 જગ્યાએ આગની ઘટના

સુરતઃ સુરતમાં દિવાળીની ઉજવણી રંગેચંગે કરવામાં આવતી હોય છે. ત્યારે ફટાકડાથી રાત આગી ઝગમગી ઉઠી હતી. જો કે, રોકેટ સહિતના ફટાકડાની આગના તણખાંથી આગ લાગવાના બનાવો બન્યા હતાં. જેથી આગ પર કાબુ મેળવવા માટે ફાયરબ્રિગેડ સતત દોડતું રહ્યું હતું. ગોડાઉન પણ આગની ઝપેટમાં આવી ગયું હતું.
ફાયર કંટ્રોલમાં જાણ કરવામાં આવતા કાપોદ્રા, સરથાણા અને પુણાગામ ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ ગોડાઉનમાં લાગેલી આગને કાબૂમાં લેવાની કવાયત હાથ ધરી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ સતત પાણીનો મારો ચલાવી એકાદ કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં કરી હતી.આગને પગલે ગોડાઉનમાં રહેલો મોબાઈલ કવરનો જથ્થો તેમજ અન્ય સામાન બળી ગયો હતો. જોકે, આ ઘટનામાં કોઈ જ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. ફાયર બ્રિગેડના જવાનોએ આગને સમયસર કાબૂમાં કરી લેતાં આગનું મોટું સ્વરૂપ ધારણ કરતા અટકાવી દેવામાં આવી હતી. તેમજ ગોડાઉનની અંદર રહેલા મોટા પ્રમાણમાં મોબાઈલ કવર સહિતનો સામાન બચાવી લેવામાં આવ્યો હતો.
મોડી રાત્રે વરાછામાં આવેલી રચના સોસાયટી ખાતે આવેલા મોબાઈલ કવર ગોડાઉનની અંદર ફટાકડાના ઉડેલા તણખાને કારણે આગ લાગી જવા પામી હતી. આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. આગની જાણ થતાં જ ત્રણ જુદા-જુદા ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.આગના 90 જેટલા કોલના પગલે ફાયર વિભાગ સતત દોડતું રહ્યું હતું.
(1:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
