<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st November 2024

સુરતની વીરનર્મદા યુનિવર્સિટીએ ઓન ડીમાન્‍ડ ફી વધારી ૩ હજાર કરી

વાલીઓ- વિદ્યાર્થીઓ પર ભારણ વધ્‍યુઃ થોડા સમય પહેલા જ કર્યો હતો વધારે

સુરતઃ  હવે વિદ્યાર્થીઓએ ઓન ડિમાન્ડ પરીક્ષા માટે 2000ને બદલે 3000ની ફી ચૂકવવી પડશે. હવે શૈક્ષણિક વર્ષમાં કુલ 4 પરીક્ષા લેવામાં આવશે. વિદ્યાર્થી એક સેમેસ્ટરમાં 2 વખત ઓન ડિમાન્ડ પરીક્ષા આપી શકશે

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ફરી એકવાર પરીક્ષાની ફીમાં વધારો કરાયો છે. યુનિવર્સિટીએ દિવાળીના સમયે જ ઓન ડિમાન્ડ ફીમાં 50 ટકાનો વધારો કર્યો છે. થોડા સમય પહેલા જ યુનિવર્સિટીએ પરીક્ષા ફીમાં 10થી 11 ટકાનો વધારો કર્યો હતો. યુનિવર્સિટીએ કોલેજની જોડાણ ફીમાં પણ વધારો કર્યો હતો.

હવે વિદ્યાર્થીઓએ ઓન ડિમાન્ડ પરીક્ષા માટે 2000ને બદલે 3000ની ફી ચૂકવવી પડશે. હવે શૈક્ષણિક વર્ષમાં કુલ 4 પરીક્ષા લેવામાં આવશે. વિદ્યાર્થી એક સેમેસ્ટરમાં 2 વખત ઓન ડિમાન્ડ પરીક્ષા આપી શકશે

(4:55 PM IST)