News of Saturday, 2nd November 2024
નૂતન વર્ષાભિનંદન : મુકયમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, નવું વર્ષે દરેક નાગરિકોને સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે.

અમદાવાદ : આજથી ગુજરાતીઓના વિક્રમ સવંત 2081ના નવા વર્ષની શરૂઆત થઈ છે. નૂતન વર્ષ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભગવાનના દર્શન કર્યા છે. ગાંધીનગરમાં આવેલા પંચદેવ મંદિરે પહોંચીને દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરી છે.
રાજ્યના સર્વાંગી વિકાસ સહિત સુખ-શાંતિની કામના કરી છે. મહત્વનું છે કે, રાજ્યના મુખ્યમંત્રી દર વર્ષે પંચદેવ મંદિરે દર્શન કરીને નવા વર્ષનો પ્રારંભ કરે છે. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અડાલજના ત્રિમંદિરે પણ દર્શન પણ કરે છે. ત્યારબાદ ભદ્રકાળી મંદિરે અને મંત્રીનિવાસ સ્થાને નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપવાના છે.નૂતન વર્ષાભિનંદન
ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે, નવું વર્ષે દરેક નાગરિકોને સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે વિકસિત ગુજરાત બનાવીએ તેવી પણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે
(12:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
