News of Saturday, 2nd November 2024
વડોદરા એસટી ડિવિઝનને દિવાળી પર્વ ફળ્યો, માત્ર 3 દિવસમાં 21 લાખથી વધુની આવક
ક્વાંટ, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર અને લુણાવાડા તરફ વધુ 50 બસો દોડવામાં આવી હતી

અમદાવાદ : વડોદરા એસટી ડિવિઝન દ્વારા દિવાળી પર્વને લઈને મુસાફરોના ઘસારાને ધ્યાને રાખી ક્વાંટ, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર અને લુણાવાડા તરફના મુસાફરોનો ઘસારો વધુ હોય વડોદરા સેન્ટ્રલ બસ ડેપો ખાતેથી વધુ બસો દોડાવવામાં આવતા વડોદરા એસટી ડિવિઝનને દિવાળી પર્વને ફળ્યો છે અને માત્ર દિવાળીના ત્રણ દિવસમાં વડોદરા એસટી ડિવિઝનને 21 લાખની આવક થઇ છે.
રાજ્યના એસટી વિભાગ દ્વારા દિવાળી પર્વ પર મુસાફરોની સુવિધા માટે વધુ એસટી બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં વડોદરા એસટી ડિવિઝન દ્વારા સેન્ટ્રલ એસટી ડેપો ખાતેથી ક્વાંટ, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર અને લુણાવાડા તરફ વધુ 50 બસો દોડવામાં આવી હતી. ખાસ કરીને આદિવાસી વિસ્તારના રહીશો નોકરી તેમજ મજૂરી અર્થે વડોદરા અને તેની આસપાસના વિસ્તારમાં આવતા હોય છે. દિવાળી પર્વની ઉજવણી કરવા પરત વતન જતા હોય આથી વડોદરા એસટી ડેપો ખાતે દાહોદ, ગોધરા, લુણાવાડા, છોટાઉદેપુર અને ક્વાંટના રૂટ પર મુસાફરોનો ઘસારો જોવા મળતો હોય છે.
આ અંગે વડોદરા ST વિભાગના ટી.ડી.ઓ એમ. કે. ડામોરે જાણાવ્યું હતું કે, દિવાળી પર્વ પૂર્વે જ ક્વાંટ, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, લુણાવાડા તરફના મુસાફરો સેન્ટ્રલ એસટી ડેપો ખાતે ઘસારો વધી જતા કુલ 406 ટ્રીપ ચલાવવા માં આવી હતી જે વધારાની બસોમાં 14,374 મુસાફરોએ મુસાફરી કરી હતી. જેથી દિવાળી પર્વના માત્ર ત્રણ દિવસમાં વડોદરા એસટી વિભાગને સિડ્યુલ અને વધુ બસોના સંચાલન થી 21 લાખથી વધુ આવક થઇ છે.
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
