હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જય બાલાજી.....આજે નૂતન વર્ષનો પ્રારંભ અને શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવને સુવર્ણ વાઘાનો શણગાર

હનુમાનજીને 5 હજાર કિલોની વિવિધ વાનગીનો અન્નકુટ : 108 મીઠાઈ, 50થી વધુ ફરસાણ અને અનંત પ્રકારના શાકભાજી સાથે દાળભાત દાદાને અર્પણ :
દાદાના સિંહાસન ને રંગબેરંગી ફૂલોનો શણગાર
અમદાવાદ : આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શનિવાર અને નૂતન વર્ષના દિવસે પ્યોર સોનાના 8 કિલો સોનામાંથી બનેલા વાઘા પહેરાવ્યા છે. આ સાથે જ દાદાના સિંહસને રંગબેરંગી ફુલનો શણગાર કરાયો છે
નવુંવર્ષ શરૂ થઈ રહ્યું છે ત્યારે સાળંગપુરમાં વિરાજિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરી નૂતન વર્ષની શરૂઆત કરી રહ્યા છે. આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શનિવાર અને નૂતન વર્ષના દિવસે પ્યોર સોનાના 8 કિલો સોનામાંથી બનેલા વાઘા પહેરાવ્યા છે. આ સાથે જ દાદાના સિંહસને રંગબેરંગી ફુલનો શણગાર કરાયો છે.
આજે સવારે મંગળા આરતી કોઠારી વિવેકસાગર સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ પછી શણગાર આરતી શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ આરતીનો લ્હાવો મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો. આખું મંદિર પરિસર દાદાના ભક્તોથી હકડેઠઠ ભરાઈ ગયું હતું. મહત્ત્વનું છે કે, આજે દાદાને 5 હજાર કિલોથી વધારે વિવિધ વાનગીનો અન્નકુટ ધરાવાશે. જેની આરતી શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી દ્વારા કરાશે.
હરિપ્રકાશ સ્વામીએ જણાવ્યું કે, દાદાના દરબારમાંથી આપ સૌને જય શ્રીરામ અને જય શ્રીસ્વામિનારાયણ. આજે હનુમાનજી મહારાજને ભવ્યાતિભવ્ય અન્નકુટ ધરાવવામાં આવ્યો છે. 108 મીઠાઈ, 50થી વધુ ફરસાણ અને અનંત પ્રકારના શાકભાજી સાથે દાળભાત દાદાને અર્પણ કરવામાં આવ્યું છે. પાંચ હજાર કિલોથી વધારે આ અન્નકુટ હનુમાનજી મહારાજને જમાડી લાડલા ભક્તોને પ્રસાદમાં આપવામાં આવશે. આજે દાદાના ચરણમાં એટલી પ્રાર્થના કરીએ કે, અમારું જૂનું વર્ષ ગમે તેવું ગયું હોય પણ આ નવું વર્ષ આપ સૌને ગમે એવું જાય એવી પ્રાર્થના.
સુવર્ણ વાઘાની વિશેષતા
આજે નૂતનવર્ષના પ્રથમ દિવસે શ્રીકષ્ટભંજન દેવ હનુમનાજી દાદાને 8 કિલો સોનામાંથી બનેલાં વાઘા પહેરાવાયા છે. આ વાઘાની કિંમત 9 કરોડ રૂપિયા કરતા પણ વધારે છે. વર્ષ 2019માં આ વાઘા બનાવવા માટે 22 ડિઝાઈનર્સની ટીમ મંદિરના સંતો દ્વારા અપોઈન્ટ કરવામાં આવી હતી. આ વાઘાનું મુખ્ય કામ અંજારના હિતેષભાઈ સોનીએ કર્યું છે અને કેટલુંક કામ રાજકોટ અને જયપુરમાં પણ કરાવવામાં આવ્યું હતું. આ વાઘા બનાવવા માટે ડિઝાઇનર્સ સહિત 100 જેટલા સોનીઓની મદદ લેવાઈ હતી. આ લોકોએ 1050 કલાકની મહેનત બાદ દાદાના આ વાઘા તૈયાર કર્યા હતા. આ વાઘાને સંપૂર્ણ તૈયાર થવામાં એક વર્ષનો સમય લાગ્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
