તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd November 2024
વડોદરાના ગોરવા પાર્ક વિસ્તારમાં લુખ્ખાઓ બેફામ : ફટાકડા ફોડવાની ના પાડતા મહિલા પર ગાડી ચઢાવી
કાર પર સાંસદનું સ્ટીકર મારેલું : પોલીસે ઘટનાને લઈ તપાસના આદેશ આપ્યા

વડોદરાના ગોરવા પાર્ક વિસ્તારમાં લુખ્ખા તત્વોએ ફડાકડા ફોડતી વખતે આતંક મચાવ્યો હતો. સ્થાનિક લોકોએ વિરોધ કરતાં એક મહિલા પર ગાડી ચઢાવી દીધી હતી. ગાડીમાં બેઠેલા યુવકે નશામાં હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
આતશબાજી અને પથ્થરમારાની આ ઘટનામાં 3 લોકોને ઈજા થઈ હતી, જ્યારે કારને પણ નુકસાન થયું હતું. આ કાર પર સાંસદનું સ્ટીકર મારેલું હતું. વડોદરા પોલીસે ઘટનાને લઈ તપાસના આદેશ આપ્યા હતા. આ ઘટના બાદ ગોરવા પોલીસ સ્ટેશન બહાર લોકોનું ટોળું એકત્ર થયું હતું. પોલીસે કૌશિક મનોરંજન પાંડા અને નદિમ જમાલખાન નામના યુવકોની ધરપકડ કરી કેસ નોંધ્યો હતો. બંને વડોદરાના રહેવાસી છે.
(5:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
