<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd November 2024

વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે નવું વર્ષ વતન ચંદ્રનગરના પરિવારો સાથે મનાવ્યું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : નવા વર્ષ નિમિત્તે વિરમગામ માંડલ દેત્રોજ અને નળકાંઠા મતવિસ્તારના ધારાસભ્ય હાર્દિક પટેલે તેમના વતન ચંદ્રનગર ખાતે વડીલો, ભાઈઓ-બહેનો તેમજ યુવા મિત્રોને મળીને શુભેચ્છાઓ આદાન પ્રદાન કરી હતી. દિવાળીના દિવસો તો ગામડામાં જ અનેરા હોય છે. સૌને મળીને જૂના સ્મરણો યાદ કરીએ એટલે મનને શાંતિ મળે છે. છેલ્લા દોઢ વર્ષમાં ગામનો અભૂતપૂર્વ વિકાસ થયો જેના કારણે સૌની આંખોમાં ખુશી દેખાઈ રહી હતી. પુનઃ એકવાર સૌને નવા વર્ષના રામ રામ તેમ ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું હતું.

(5:38 PM IST)