News of Saturday, 2nd November 2024
વિક્રમ સંવત ૨૦૮૧ નુતન વર્ષના પ્રથમ દિવસે શ્રી રામ મહેલ મંદિર સહિત વિરમગામના મંદિરોમાં ભગવાનને છપ્પન ભોગ અન્નકુટ ધરાવવામાં આવ્યા
ભગવાનને વિવિધ મીઠાઇઓ, ફરસાણ, અવનવી વાનગીઓ સહિત છપ્પન ભોગ અન્નકુટ ધરાવવામાં આવ્યા : ભક્તોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી : ગોવર્ધન પૂજા કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : વિક્રમ સંવત ૨૦૮૧ નુતન વર્ષના પ્રથમ દિવસે વિરમગામ શહેર સહિત પંથકમાં આવેલા અનેક મંદિરોમાં ભગવાનને છપ્પન ભોગ અન્નકુટ ધરાવવામાં આવ્યા હતા અને ગોવર્ધન પૂજા કરવામાં આવી હતી. નુતન વર્ષના પ્રથમ દિવસે વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી અને ભક્તોએ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. વિરમગામના ઐતિહાસીક શ્રી રામમહેલ મંદિરમાં મહામંડલેશ્વર મહંતશ્રી રામકુમારદાસજી બાપુની દિવ્ય પ્રેરણાથી ભગવાનને વિવિધ મીઠાઇઓ, ફરસાણ, અવનવી વાનગીઓ સહિત છપ્પન ભોગ અન્નકુટ ધરાવવામાં આવ્યા હતા. શ્રી રામ મહેલ મંદિરમાં નુતન વર્ષે ભગવાનની વિશેષ પુજા કરવામાં આવી હતી અને મહા આરતી કરવામાં આવી હતી. આ ઉપરાંત વિરમગામ શહેરમાં આવેલા કૃષ્ણ મંદિર, રામજી મંદિર, સ્વામિનારાયણ મંદિર, વડલાવાળા મેલડી માતાજી મંદિર સહિતના અનેક મંદીરોમાં અન્નકુટ ઉત્સવની ભક્તો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
(5:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
