News of Saturday, 2nd November 2024
શામળાજી મંદિરમાં ભગવાનને 30 લાખથી વધુની કિંમતની 400 ગ્રામ વજનની ચરણ પાદુકા અર્પણ
હિંમતનગરમાં ભક્તની અનોખી શ્રદ્ધા: મંદિરમાં સોનાનુ દાન કરવામાં આવ્યું

અમદાવાદ :ભગવાન અને માતાજીના દર્શન સાથે નવા વર્ષની લોકો શરૂઆત કરી રહ્યા છે. ત્યારે રાજ્યના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે નવા વર્ષે શામળાજી મંદિરમાં ભગવાનને સોનાની પાદુકા અર્પણ કરાઈ છે, ભગવાન શામળિયાને નવા વર્ષે એક ભક્તે સોનાની ચરણ પાદુકા અર્પણ કરી છે. પાપ્ત વિગતો મુજબ 30 લાખ રૂપિયાથી વધુની કિંમતની 400 ગ્રામ વજનની ચરણ પાદુકા ભક્તોએ ભગવાનને અર્પણ કરી છે.
નવા વર્ષેના પહેલા દિવસે ભક્ત દ્વારા શામળિયાને સોનાનું દાન કરવામાં આવ્યું છે.હિંમતનગરમાં ભક્તની અનોખી શ્રદ્ધા સામે આવી છે. મંદિરમાં સોનાનુ દાન કરવામાં આવ્યું છે. વહેલી સવારથી જ ભગવાનના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી છે. જ્યાં શ્રદ્ધા, આસ્થા અને ભક્તિ-શક્તિના કેન્દ્ર શામળાજી મંદિરમાં ભક્તો ભગવાનનો જયકારો બોલાવી પોઝિટિવ અનુભૂતિ મેળવી રહ્યાં છે.
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
