<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd November 2024

પોઈચા નીલકંઠ ધામ માં નૂતન વર્ષના દિવસે અન્નકૂટ નિવેદિત કરવામાં આવશે

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:ભગવત્ પ્રસાદમ્ દ્વારા નૂતન વર્ષના દિવસે નાંદોદ તાલુકાના પોઇચા ખાતે આવેલા નીલકંઠ ધામ મંદિરમાં શ્રી નીલકંઠ વર્ણીન્દ્ર ભગવાનને ભવ્ય અને દિવ્ય અન્નકૂટ નિવેદિત કરવામાં આવશે
   કારતક સુદ એકમના દિવસે વિક્રમ સંવતનું નવું વર્ષ શરૂ થાય. તેથી તેને આખા વરસનું પ્રભાત ગણાય છે.આ પડવાના દિવસે જે માણસ પ્રભુપ્રાર્થના સાથે હર્ષમાં રહે છે, તેનું આખું વર્ષ હર્ષામાં જાય છે અને જે શોકમાં રહે છે તેનું આખુ વર્ષ શોકમાં જાય છે.ભોગ અને સ્વાર્થને છોડીને બીજો કાંઈ વિચાર જ માણસ ન કરતો હોય તો તેનું નવું વર્ષ શરૂ થયું એમ કહી શકાય. ભગવાન બલિરાજાનાં દ્વારપાલ થયા તે દિવસ એટલે બલિપ્રતિપદા દિવસ નવાવરસનો પહેલો દિવસ. ગુણ પૂજનનું પ્રતિક એટલે નવા વર્ષનો મંગળ પ્રારંભ.જૂના હિસાબ પૂરા કરવાનો આ દિવસ છે. શુભ સંકલ્પનું પ્રતિક એટલે બેસતું વર્ષ-દિપોત્સવીનાં દિવસે પ્રગટાવેલ જ્ઞાાન દિપકનાં પ્રકાશમાં જીવનની રાહ શોધી લઈ બેસતા વર્ષના મંગલ પ્રભાતે, શુભ સંકલ્પ કરી તે રાહે મક્કમતાથી ચાલવાનો પ્રયાસ કરવાનો આ મંગળ દિવસ છે. તે દિવસે નવા વર્ષની શુભેચ્છાઓ વ્યક્ત કરવાની, વેર-ઝેર ભૂલી જઈ મોઢું મીઠું કરી અદમ્ય ઉત્સાહ અને સ્ફૂર્તિથી જીવનને આગળ વધવાનો દિવસ એટલે નવુવરસ.સ્વામિનારાયણ ગુરુકુલ નીલકંઠધામ પોઇચા ખાતે ભગવત્ પ્રસાદમ્ દ્વારા નૂતન વર્ષના દિવસે શ્રીનીલકંઠ વર્ણીન્દ્ર ભગવાનને ભવ્ય અને દિવ્ય અન્નકૂટ નિવેદિત કરવામાં આવશે.
નીલકંઠ ધામ પોઈચા: કલ્યાણ મહોત્સવ નિમિત્તે ત્રિ-દીનાત્મક ભવ્ય અન્નકૂટ
નીલકંઠધામ પોઇચામાં કલ્યાણ મહોત્સવ નિમિત્તે ત્રિ-દીનાત્મક ઉત્સવની સાથે ભગવત્ પ્રસાદમ્ દ્વારા ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવશે. દિવાળીના દિવસોમાં આયોજિત આ કલ્યાણ મહોત્સવમાં દરરોજ મિષ્ટાન્ન, ભોજન, પકવાન, ફરસાણ વગેરેનું કાવડ યાત્રા દ્વારા વહન કરીને,  નીલકંઠ પ્રભુ સુધી લઈ જઈને, ભગવાન આગળ ભવ્ય અન્નકૂટની રચના કરવામાં આવે છે. વિધિવત્ પ્રભુને અન્નકૂટ થાળ જમાડવામાં આવે છે. આવી રીતે કલ્યાણ મહોત્સવમાં સતત ત્રણ દિવસ સુધી અન્નકૂટ ઉત્સવનું આયોજન થાય છે. સ્વામિનારાયણ ગુરુકુલ નીલકંઠધામ પોઇચા ખાતે કલ્યાણ મહોત્સવ નિમિત્તે ભગવત્ પ્રસાદમ્ દ્વારા શ્રીનીલકંઠ વર્ણીન્દ્ર ભગવાનને ત્રિ-દીનાત્મક ભવ્ય અને દિવ્ય અન્નકૂટ નિવેદિત કરવામાં આવશે

(10:34 PM IST)