News of Saturday, 2nd November 2024
મહીસાગરના “ મહાજને ” નર્મદા જિલ્લામાં જગાવી સેવાની ધૂણી
કર્મભૂમિ પાસેથી લીધું છે એના કરતાં વધુ આપવા માટે કટિબદ્ધ છું : ડો. કલ્પેશ મહાજન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના રાજપીપળામાં એક અનોખી સંસ્થા આવેલી છે જેનું નામ છે શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન. આ સંસ્થા દ્વારા અનેક પ્રકારના સેવા કાર્ય કરવામાં આવે છે કેમકે અન્નક્ષેત્ર અન્નદાન પાણીની સેવા શરબતની સેવા ધાબળા સેવા દર્દીઓની સેવા ટિફિન સેવા તબીબી મેડિકલ સાધન સહાય કેન્સર ફીડતોને સહાય શિક્ષણ માટે સહાય જેવા અનેક પ્રકારના સેવા કાર્ય કરવામાં આવે છે.
આ સેવા પાછળ જો જોવામાં આવે તો મહીસાગરના ઉજળીયાત શિક્ષક એવા ડૉ. કલ્પેશકુમાર મહાજનનું માર્ગદર્શન , આયોજન અને મહેનત જોવા મળે છે. નર્મદા જિલ્લામાં વિનામૂલ્યે કોઈપણ વ્યક્તિને ભોજન કરાવતું હોય એવું આ અન્નક્ષેત્ર એટલે અન્નપૂર્ણા અન્નક્ષેત્ર છે.
નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાંથી અનેક પ્રકારની કામગીરી માટે આદિવાસી સમાજના લોકો રાજપીપળા આવે છે ત્યારે તેમને નાસ્તો, જમવાનું મોંઘું પડતું હોય છે જેથી તેઓ ભૂખ્યા રહેતા હોય છે .પરંતુ આ અન્નક્ષેત્ર કોઈપણ વ્યક્તિને જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ વગર પ્રેમથી, લાગણીપૂર્વક ભરપેટ ભોજન જમાડે છે. નર્મદા પરિક્રમાવાસી નિરાધાર , દિવ્યાંગ, ઘર વીહોણા, આધાર વગરના કે કુટુંબ કબિલાથી વિમુખ થયેલા, દર્દીઓ અને તેમના સગાવ્હાલા અને જરૂરિયાતમંદોને ભોજન જમાડવામાં આવે છે.
- નવા વર્ષે જો દાન આપવાની ઈચ્છા હોય તો ચોક્કસથી આ સંસ્થામાં દાન આપજો. ચોક્કસથી યોગ્ય જગ્યાએ વપરાશે.
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
