News of Saturday, 2nd November 2024
અમિયાર ગામે પરદાદીના પેન્શન બાબતે ઝગડો કરી માર મારનાર વિરૂદ્ધ ફરિયાદ

(ભરત શાહ દ્વારારાજપીપળા:નર્મદા જિલ્લા ના સાગબારા તાલુકાના અમિયાર ગામમાં પેન્શન બાબતે માથાકૂટ થતા એક વ્યક્તિએ બીજાને માર મારી ઇજા કર્યા ફરિયાદ નોંધાઈ છે
મળતી માહિતી અનુસાર જયંતિભાઈ રાયસિંગભાઈ, વસાવા(રહે.અમિયાર )નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેઓ તેમના ઘરે હતાં તે વખતે ફળિયા માં રહેતા પ્રદિપભાઈ રાજુભાઈ વસાવા, રહે.અમિયાર ત્યાં આવી તેમની બહેન અરુણાબેનને મોટે મોટેથી તમે લોકો મારી પરદાદી કાન્તુબેનનું પેન્શન ખાવો છો, અને અમને આપતા નથી ત્યારે જયંતીભાઈ એ તેને પ્રેમથી જણાવેલ કે, ભાઈ મારી બહેને જે પણ રૂપીયા તારી પર દાદીના પેન્શનના વાપરેલ હશે તે હું તમને પરત આપી દઈશ, કેટલા રૂપિયા આપવાના છે બોલ તેવું જણાવતાં પ્રદીપભાઈ એકદમ ઉશ્કેરાઈ જઈને ત્યાં દોડી જઈને "તું કોણ છે મને કહેવાળો."તેવું કહી ગાળો બોલીને તેના હાથમાં રહેલી વાંસની લાકડી વડે જયંતીભાઈ ના માથાના આગળના ભાગે મારી દઈ ઈજા પહોંચાડી તથા કમરમાં મોઢાથી બચકુ ભરી દેતાં તેના દાંત વડે પણ ઈજા પહોંચાડી આજે તો તું બચી ગયો છે. બીજી વખત લાગમાં આવશે તો હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ગુનો કરતા સાગબારા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
(10:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
