<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd November 2024

ચીકાલી ફાટક પાસે પુરપાટ આવેલી ફોર વ્હીલ ગાડી એ બાઈક સાથે અથાડતા બાઈક ચાલકને ઇજા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની ચિકાલી ફાટક પાસે ફોર વ્હીલ ગાડી એ બાઈક સાથે અકસ્માત કરતા ચાલક ને ઇજા પહોંચાડી હતી અને ફોર વ્હીલ ચાલક ગાડી મૂકી નાશી છૂટ્યો હતો
મળતી વિગતો અનુસાર ઇમ્તીયાઝ અબ્દુલકાદર ભટ્ટી રહે. સેલંબા જમાદાર ફળીયુ, તા.સાગબાર નાઓ એ આપેલી ફરિયાદ મુજબ સોનીલ ઉર્ફે લખન ભગવાન માહીરે (રહે.સેલંબા, તા.સાગબારા, જીલ્લો નર્મદા )એ પોતાના કબજામાની કલુઝર ફોર્સ કંપનીની ગાડી નંબર GJ-22-A-3903 ચીકાલી ફાટક નર્મદા હોટલ નજીક આવેલ ખાડી પાસે થી પુરઝડપે હંકારી આવી હાઇવે રોડ ઉપરથી પસાર થતી તેમના પુત્ર નાઝીમ ઇમ્તીયાઝ ભટ્ટી રહે.સેલંબા જમાદાર ફળીયુ, તા.સાગબાર,જીલ્લો નર્મદા નાઓની હીરો કંપનીની એકસ પલ્સ મોટર સાયકલ નંબર GJ-26-AF-5302 સાથે એકસીડન્ડ કરી નાઝીમ ને છાતીના ભાગે તથા કપાળના ભાગે તથા જમણા હાથે કાંડા ઉપર ફેકચરની ઇજા પહોચાડી ગુનો કરતા સાગબારા પોલીસે ગુનો દાખલ કર્યો છે..


 

(10:38 PM IST)