<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd November 2024

શાહીબાગમાં અસારવા સિવિલના ઈમેજીંગ સેન્ટની સામે ૪ યુવકએ આલોક કુશવાહને મોત ઘાટ ઉતાર્યો

હત્‍યા પાછળ જૂની અદાવત કારણભૂત

અમદાવાદઃ  અમદાવાદમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. શાહીબાગ વિસ્તારમાં આવેલી અસારવા સિવિલના ઈમેજીંગ સેન્ટરની સામે હત્યા થઈ હતી. મળતી માહિતી અનુસાર જૂની અદાવતને લઈને 4 યુવકએ હુમલો કર્યો હતો. હુમલામાં આલોક કુશવાહ નામના યુવકનું મોત થયુ છે. જો કે આ સમગ્ર ઘટના અંગે શાહીબાગ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે એશિયાની નંબર વન ગણાતી અસારવા સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં સહયોગ ઇમેજીંગ સેન્ટરની સામે જ યુવકની હત્યાની ઘટના બની હતી. નોંધનીય બાબત છે કે જે સ્થળે યુવાનની હત્યા કરાઇ તે સ્થળથી માત્ર 10થી 15 ડગલા દૂર અમદાવાદમાં સૌથી મોટો બ્લાસ્ટ થયો હતો.
ત્યારબાદ અસારવા સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં સુરક્ષા માટે ખાનગી સિકયુરીટીને મૂકવામાં આવી હતી. તેના માટે કરોડો રૂપિયા પણ ચૂકવાઇ રહ્યા છે. છતાં પણ સિવિલ કેમ્પસમાં જ હત્યાની ઘટના બની છે. જેને લઇ સિવિલમાં સુરક્ષાને લઇ અનેક સવાલો ઉઠ્યા છે.

(12:07 PM IST)