<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd November 2024

સુરતના સચિન રેલવે વિસ્તારમાં યુવક-યુવતીનું ટ્રેનની અડફેટે મોત

અકસ્માત કે પછી આત્મહત્યા, પોલીસ તપાસનો ધમધમાટ શરૂ

સુરતઃ સુરતના સચિન રેલવે વિસ્તારમાંથી હચમચાવી ઘટના સામે આવી છે. ટ્રેનની અડફેટે આવતા યુવક અને યુવતીનું મોત નીપજ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, યુવક બિહારનો રહેવાસી હતો. જ્યારે યુવતી અંગે હાલ કોઈ માહિતી સામે આવી નથી. યુવક-યુવતી પ્રેમી યુગલ હોવાનું કહેવાઈ રહ્યું છે. આ મામલે સુરત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુરતનાં સચિન રેલવે વિસ્તારમાં (Sachin Railway Area) એક યુવક અને યુવતીનું ટ્રેનની અડફેટે આવતા મોત નીપજ્યું છે. આ ઘટના અંગે જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બંને મૃતદેહોને પીએમ અર્થે મોકલીને તપાસ આદરી છે. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, મૃતક યુવકની ઓળખ બિહારનાં (Bihar) ગોબિંદા કુમાર રાય તરીકે થઈ છે. ગોબિંદા યુવતીને લઈને બિહારથી સુરત આવ્યો હતો.

મૃતક ગોબિંદા અને યુવતી પ્રેમી યુગલ હોવાનું હાલ સામે આવ્યું છે. જો કે, ગોબિંદા સુરત (Surat) કેમ આવ્યો તે અંગે તપાસ ચાલી રહી છે. સાથે જ યુવકનાં પરિવારનો સંપર્ક કરી પોલીસે પૂછપરછ હાથ ધરી હતી. મૃતક યુવતી અંગે હાલ કોઈ માહિતી સામે આવી નથી. જ્યારે મૃતક યુવકના પરિવારે પણ યુવતી અંગે કોઈ માહિતી પોલીસને આપી નથી. યુવક-યુવતીએ આત્મહત્યા કરી છે કે પછી તેમનો અકસ્માત થયો હતો તે અંગેની હકીકત જાણવા પોલીસે CCTV કેમેરા, મોબાઇલ ફોન સહિતની તપાસ આદરી છે.

(5:19 PM IST)