<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd November 2024

ધંધુકા રોડ ખડોળ પાટિયા પાસે અકસ્માત સર્જાયો :કારમાં સવાર 2 વ્યક્તિઓને ઈજા

ઇજાગ્રસ્ત થયેલાઓને ધંધુકા RMS હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા

અમદાવાદના ધંધુકા રોડ ખડોળ પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિઓને ઇજા પહોચીં છે. 108 એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલાઓને ધંધુકા RMS હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. કારમાં કુલ ચાર વ્યક્તિ સવાર હોવાની માહિતી સામે આવી છે.



 

(6:29 PM IST)