News of Sunday, 3rd November 2024
રસ્તાના અભાવે 108 ના પહોંચી શકતા છોટાઉદેપુરના નસવાડીના કુકરદાની મહિલાની ઘરે કરાવાઈ પ્રસુતિ
કુકરદા ગામના ડુકતા ફળિયુંના રહીશોને આઝાદીના વર્ષો બાદ પણ પાકો રસ્તો મળ્યો નથી.

છોટાઉદેપુરના નસવાડી તાલુકાના કુકરદા ગામની એક મહિલાએ રસ્તાના અભાવે ઘરે જ બાળકને જન્મ આપ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ઈમરજન્સી સેવા 108 ગામમાં આવી શકતી ના હોય મહિલા હોસ્પિટલ લઈ જઈ શકાઈ નહોતી. પરિણામે શનિવારે મોડી રાત્રીએ પ્રસૂતા પીડા ઉપડતાં પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા હતા. ગામમાં જવા આવવા માટે કોઈ પાકો રસ્તો જ નથી એવી પણ વિગતો સામે આવી છે. વારંવાર ગામ લોકો દ્વારા ગામને જોડતા પાકો રસ્તો બનાવવા માટે રજૂઆત કરવામાં આવે છે
. કુકરદા ગામના ડુકતા ફળિયુંના રહીશોને આઝાદીના વર્ષો બાદ પણ પાકો રસ્તો મળ્યો નથી. કુકરદા ગામ નસવાડી તાલુકાનું સૌથી મોટું ગામ છે. પંચાયત આર એન્ડ બી દ્વારા સરકારમા પાકા રસ્તા બનાવવા દરખાસ્ત કરી છે, પરંતુ રસ્તાની મંજૂરી હજુ મળેલ નથી.
(6:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
