News of Sunday, 3rd November 2024
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ગગડતા ઠંડીનું પ્રમાણ વધ્યું
વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાઈ હોય એમ હિલ સ્ટેશન જેવો નજારો જોવા મળ્યો

સુરત : દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ગગડતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે. સુરતમાં વહેલી સવારે હવામાં ભેજનું પ્રમાણ વધારે નોંધાયું હતું. સાથે જ સમગ્ર સુરત શહેરમાં ભારે ધુમ્મસનું પ્રમાણ જોવા મળ્યું હતું. શહેર પર ધુમ્મસની ચાદર છવાઈ હોય એમ હિલ સ્ટેશન જેવો નજારો જોવા મળ્યો હતો. વાહનચાલકોને ધુમ્મસના કારણે અસર પહોંચી હતી અને વાહનોની લાઇટો ચાલુ રાખીને રસ્તા પર નીકળવાની ફરજ પડી હતી.
(6:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
