News of Monday, 4th November 2024
નશા પર નજર : રાજસ્થાન તરફથી આવનાર તમામ વાહનોનું સઘન ચેકીંગ: સરહદી વિસ્તારની ચેક પોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત
અંબાજી, આબુ , અમીરગઢ સહિત જેસલમેર તરફના માર્ગો પર આવનાર વાહનો પર નજર

ગુજરાતનો બનાસકાંઠા જિલ્લો રાજસ્થાન સરહદ પર આવેલો છે. વેકેશન દરમિયાન પ્રવાસીઓ મોટી સંખ્યામાં રાજસ્થાનના પ્રવાસન સ્થળની મુલાકાત કરીને પરત ફરતા હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસ સતર્ક બની છે. જિલ્લાને અડીને આવેલા સરહદી વિસ્તારની ચેક પોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ગુજરાતમાં નશીલા પદાર્થ સહિત વિદેશી દારૂ ઘુસાડવામાં ન આવે તે હેતુથી બનાસકાંઠા પોલીસ સતર્ક બનીને સરહદ પર ચેકીંગ હાથ ધર્યું છે. જિલ્લામાં આવેલી તમામ સરહદો પર જેમકે અંબાજી, આબુ , અમીરગઢ સહિત જેસલમેર તરફના માર્ગો પર આવનાર વાહનો પર નજર રાખી જિલ્લાની પોલીસ અડગ જોવા મળી રહી છે. રાજસ્થાન તરફથી આવનાર તમામ વાહનોનું ચેકીંગ કરી વાહનને જવા દેવામાં આવી રહ્યા છે. તેમજ આવનાર તમામ વાહનોના નામ વાહન નંબર માલિકનું નામ સહિત નોંધ રાખવામાં આવી રહી છે.
(8:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
