News of Monday, 4th November 2024
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભાવનગરના તળાજા તાલુકાના ટીમાણા ગામે શિવશક્તિ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી
રાજ્યપાલએ ખેડુતો સાથે વાર્તાલાપ કરી પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદાઓ અંગે ખેડૂતોને જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું

ગાંધીનગર :રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા કનુભાઈ ભટ્ટના શિવશક્તિ ફાર્મની મુલાકાત લઈ તેમની કૃષિ અંગેની પ્રવૃત્તિઓને નિહાળી હતી. રાજ્યપાલએ શ્રી ટીમાણા પ્રાકૃતિક કૃષિ મહિલા વિકાસ જૂથની પણ મુલાકાત લીધી હતી.
ભાવનગર જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યપાલએ ટીમાણા ગામે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતાં પ્રગતિશીલ ખેડૂત કનુભાઈ ભટ્ટના ખેતરની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી કરતા ૨૭ ભાઈ-બહેનો સાથે સંવાદ કર્યો હતો. રાજ્યપાલએ ખેડુતો સાથે વાર્તાલાપ કરી પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદાઓ અંગે ખેડૂતોને જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.
ખેડૂતો સાથેની વાતચીતમાં રાજ્યપાલએ જણાવ્યું કે, દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી થકી જે પાકોનું ઉત્પાદન થાય છે, એ માનવીના શરીર માટે ખુબ જ ઉત્તમ અને સ્વાસ્થ્યવર્ધક હોય છે. તેમણે વધુમાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો.
રાજ્યપાલની મુલાકાત વેળાએ ભાવનગર કલેકટર આર. કે. મહેતા, જિલ્લા વિકાસ અધિકારી જી.એચ.સોલંકી, નાયબ ખેતી નિયામક જે. એન. પરમાર તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા
(9:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
