<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th November 2024

નિવૃત્ત હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર માનાભાઈ ડામોર ડીટવાસ ગામે લાંચ લેતાં ઝડપાઈ ગયાં

નિવૃત્ત હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર ડામોરે હોમગાર્ડની નોકરીનું વેચાણ કરવાનો પ્રયાસ કર્યો

મહીસાગર જિલ્લામાં એસીબી (એન્ટી કરપ્શન બ્યુરો) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એસીબીએ એક નિવૃત્ત હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર લાંચ  લેતા ઝડપી પાડ્યો છે. મળતી વિગતો પ્રમાણે માનાભાઈ મોતીભાઈ ડામોર નામના આ કમાન્ડિંગ ઓફિસરે એક ફરિયાદીના પાસેથી કામ માટે 6,000 રૂપિયાની લાંચ માંગણી કરી હતી. મહત્વની વાત એ છે કે, નિવૃત્ત હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર માનાભાઈ મોતીભાઈ ડામોર ડીટવાસ ગામે રંગે હાથે લાંચ લેતાં ઝડપાઈ ગયાં છે.

   ડીટવાસ ગામે બનેલી આ ઘટનામાં, નિવૃત્ત હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર ડામોરે હોમગાર્ડની નોકરીનું વેચાણ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે નજીકના પોઇન્ટ માટે લાંચની માગણી કરી હતી. પરંતુ એસીબીએ તેમને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યાં છે.

  ફરિયાદી લાંચના પૈસા નહોતો આપવા માંગતો એટલે તેને એસીબીને ફરિયાદ કરી હતી.જેથી એસીબીએ લાંચના છટકું ગોઠવ્યું અને આરોપી રૂપિયા 6,000 ની લાંચ લેતાં રંગે હાથે ઝડપાઈ ગયો હતો. એસીબીની ટીમે સમયસર દખલ કરીને તેમને રંગે હાથે આરોપીને લાંચ લેતા ઝડપી પાડ્યો અને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે

(9:59 PM IST)