<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th November 2024

નવા વર્ષે સાગબારા હાઇવે રોડ ઉપર થયેલા અકસ્માતમાં યુવાને જીવ ગુમાવ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લામાં દિવાળીના દિવસોમાં અકસ્માતની ઘટના બની છે જેમાં એક યુવાને બેસતા વર્ષના દિવસે જ જીવ ગુમાવ્યો હતો
    પ્રાપ્ત વિગતો અનુસાર રવિસિંગ અભેસિંગ વસાવા (ઉ.વ.૧૮ )ધંધો-મજુરી( રહે.મોટી કાલબી નિશાળ ફળીયું તા.દેડીયાપાડા જી.નર્મદા) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ એક ઈસમે પોતાના કબ્જાની એક્ટિવા મો.સા. નંબર GJ-22-R-2201 પુરઝડપે હંકારી લાવી મો.સા. નંબર- GJ-22-L-3826 સાથે એક્સિડન્ટ કરી રવિસિંગ ભાઈ ને શરીરે ઓછી વધતી ઇજાઓ પોહચાડી તથા નરેન્દ્રભાઇને ડાબા હાથે ફ્રેક્ચર કરી તથા જમણા પગના ઘુંટણના ભાગે ઇજાઓ પોહચાડી તેમજ મો.સા. ના ચાલક રોહિતભાઇ હર્ષદભાઇ વસાવા નાઓને ગંભીર ઇજાઓ પોહચાડી મોત નિપજાવી ગુનો કરતા ડેડીયાપાડા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

(1:13 PM IST)