News of Tuesday, 5th November 2024
મોજી ગામ પાસે અગાઉ થયેલા ઝગડાની રીસ રાખી પાઇપો વડે માર મારનાર ચાર વિરૂદ્ધ ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલાં ખુટાઆંબા ગામમાં અગાઉ ના ઝગડા બાબતે માર મારી ઇજા કરનાર શખ્શો સામે ફરિયાદ થતા પોલીસે ગુનો દાખલ કર્યો છે
મળતી માહિતી અનુસાર અંકિતભાઇ મંગાભાઇ વસાવા (રહે.ખુટાઆંબા તા.નાંદોદ જી. નર્મદા )નાઓ એ આપેલી ફરિયાદ પ્રમાણે તેઓ તેમજ અન્ય મિત્રો મૌજી ગામે નવા વર્ષમાં લોકો ને મળવા ગયેલ અને પરત પોતાના ગામે ખુટાઆંબા આવતી વખતે (૧)સતીષભાઇ શંકરભાઇ વસાવા તથા (૨) સંદીપભાઇ ચંદ્રસિંગભાઈ વસાવા તથા (૩) વિકેશભાઇ દાદુભાઇ વસાવા તથા (૪) નરેંદ્રભાઇ ચતુરભાઈ વસાવા (તમામ રહે.મોટીભમરી તા.નાંદોદ જી.નર્મદા ) નાઓએ કહેલ કે કેમ અગાઉ આરોપી નરેન્દ્રભાઇ ચતુરભાઈ ને માર મારેલ તેમ કહી ગાળો બોલવા લાગેલ જેથી ગાળો બોલવાની ના પાડતા સંદીપભાઇ ચંદ્રસિંગભાઈ વસાવા ઉશ્કેરાઇ જઇ હાથમાની લોખંડની પાઇપના ત્રણ સપાટા પીઠના ભાગે મારી દિધેલા જેથી અંકિતભાઈ બુમા બુમ કરતા તેનું
ઉપરાણુ લઇને સંદીપભાઇ ચંદ્રસિંગભાઈ વસાવા નાઓ પણ આવી ગાળો બોલી તેમના હાથમાનો પ્લાસ્ટીકના પાઇપના ત્રણ સપાટા મારી દિધેલા જેથી મિત્રો વચ્ચે છોડાવવા માટે પડતા (૩) વિકેશભાઇ દાદુભાઇ વસાવા તથા (૪) નરેંદ્રભાઇ ચતુરભાઈ વસાવા નાઓ પણ આવી અંકિતભાઈ તેમજ મિત્રો સાથે ઝપા- ઝપી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગુનો કરતા રાજપીપળા પોલીસે ચાર વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
