News of Tuesday, 5th November 2024
2025નું ચોમાસું સારું રહેશે : બે તબક્કામાં વાવણી થશે. આગામી વર્ષને લઈને કોઈ ચિંતા કરવાની જરૂર નથી : હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ કરી મોટી જાહેરાત
20 જૂનથી 24 જૂન 2025ની આસપાસ શરૂ થાય તેવી સંભાવના : ગયા વર્ષની જેમ નવા વર્ષનું ચોમાસું 25 ઓક્ટોબર સુધી ચાલુ રહે તેવી શક્યતા

અમદાવાદ તા.૫ : હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ 2025નું ચોમાસું કેવું રહેશે તેને લઈને મહત્વની આગાહી કરી છે. આ આગાહી તેમણે ખગોળ વિજ્ઞાનના આધારે આગાહી કરી છે. 2024ના ચોમાસાની જેમ આગામી ચોમાસું પણ લાંબુ ચાલશે તેવી તેમણે વાત કરી છે.
પરેશ ગૌસ્વામીએ આગાહી કરી છે કે 2025નું વર્ષ ખેડૂતો માટે સારું રહેશે. બે તબક્કામાં વાવણી થશે. ખેડૂતોએ આગામી વર્ષને લઈને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. 2025નું વર્ષ વહેલું થાય તેવી શક્યતા ઓછી છે.
20 જૂનથી 24 જૂન 2025ની આસપાસ શરૂ થાય તેવી સંભાવના છે. આ ચોમાસું નૈઋત્યનું ચોમાસું શરૂ થશે. ગુજરાતમાં ચોમાસું 8 દિવસ મોડું શરૂ થશે. ખગોળ વિજ્ઞાનના આધારે આગાહી કરી છે.
ગયા વર્ષની જેમ નવા વર્ષનું ચોમાસું 25 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે તેવી સંભાવના છે. જે 25 ઓક્ટોબર સુધી ચાલશે. આ દરમિયાન વરસાદ પડતા રહે છે. 2025નું ચોમાસું સારું રહેશે. આવનારા ચોમાસામાં પણ અતિવૃષ્ટીની સંભાવના છે. ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સારે વરસાદ પડશે.
(5:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
