તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Tuesday, 5th November 2024
વડોદરા કલેકટરે સપાટો બોલાવ્યો :સતત ગેરહાજર રહેનારા બે રેવન્યુ તલાટી અને એક કારકુનને બરતરફ કરવા નિર્ણય
ભાવિકા પરમાર નામના મહેસુલી તલાટી છેલ્લા બે વર્ષથી સતત ગેરહાજર રહ્યા હતા. તેમને નોટિસો આપવા છતાં તેનો જવાબ નહી

વડોદરામાં કલેક્ટરે સપાટો બોલાવ્યો છે. ફરજ ઉપર સતત ગેરહાજર રહેનારા ત્રણ કર્મચારીઓને બરતરફ કરાયા છે. બે રેવન્યુ તલાટી અને એક કારકુનને સરકારી સેવામાંથી બરતરફ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારી ફરજમાં બેદરકારી દાખવનારા મહેસુલી કર્મચારીઓ સામે હજુ પણ કડક પગલાં લેવાની વાત કરાઈ છે.
કરજણ મામલતદાર કચેરીના કારકુન હિરેન કોડિયાતર અને ડેસર મામલતદાર કચેરીના મહેસુલી તલાટી વિજય મહેરિયા લાંબા સમયથી ફરજ ઉપર ગેરહાજર હતા. જ્યારે ભાવિકા પરમાર નામના મહેસુલી તલાટી છેલ્લા બે વર્ષથી સતત ગેરહાજર રહ્યા હતા. તેમને નોટિસો આપવા છતાં તેનો જવાબ નહી મળતા તેમને બરતરફ કરવામાં આવ્યા છે.
(6:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
