News of Wednesday, 6th November 2024
ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા રાજયના ર૭પ વકીલ મંડળોની એકી સાથે આગામી ર૦ ડીસેમ્બરે ચૂંટણી યોજાશે
તમામ બાર એસો.માં મહિલા પ્રતિનિધિની ચૂંટણી ફરજીયાતઃ 'વન બાર વન વોટ' મુજબ જ મતદાન થશેઃ ચૂંટણી પૂર્વે વકીલ મંડળોમાં ધમધમાટ

અમદાવાદ તા. ૬ :.. ગુજરાત રાજયના તમામ ૨૭૫ વકીલમંડળો (બાર એસોસીએશન)ની ચૂંટણીની મહત્ત્વની જાહેરાત ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા કરવામાં આવી છે. રાજયના વિવિધ વકીલમંડળોની ચૂંટણીને લઈ બાર કાઉન્સીલ દ્વારા ચૂંટણી કમીટીની રચના પણ કરવામાં આવી છે તો, જે તે બાર એસોસીએશન દ્વારા
આગામી દિવસોમાં ચૂંટણીને લઇ રિટનનીંગ ઓફિસરની પણ નિયુકિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આગામી તા.૨૦ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ એકસાથે રાજયના તમામ ૨૭૫ વકીલમંડળોની ચૂંટણી યોજાશે, પ્રતિષ્ઠાના જંગ સમાન એવી વકીલમંડળોની ચૂંટણીને લઈ હવે દિવાળીના તહેવારો બાદ વકીલઆલમમાં ચૂંટણીલક્ષી પ્રચારનો ધમધમાટ શરૂ થશે.
ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન જે.જે.પટેલ અને ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ ચૂંટણી કાર્યક્રમ અંગેની માહિતી આપતાં જણાવ્યું કે, બાર
ત્રીજા સપ્તાહમાં યોજવાનું ફરજિયાત બનાવાયુ છે. જે મુજબ, રાજ્યના ૨૭૫ વકીલમંડળોના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ખજાનચી,
કાઉન્સીલ ઓફ ગુજરાત એસોસીએશન રૂલ્સ-૨૦૧૫ હેઠળ દર ડિસેમ્બર માસમાં
લાયબ્રેરી સેક્રેટરી, મહિલા પ્રતિનિધિ, કારોબારી સભ્યોની ઼ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ ચૂંટણી યોજાશે. જે અંગે બાર એસોસીશને જાહેર કરી દેવાનું રહેશે. તો, ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ઉમેદવારોએ પોતાના ઉમેદવારિપત્ર ભરી દેવાના રહેશે. તા. ૧૨ ડિસેમ્બર સુધીમાં ઉમેદવારી પત્રોની ચકાસણી અને પરત ખેંચી શકાશે. એ પછી ચૂંટણી પ્રચાર માટે વકીલઆલમને સમય આપવામાં આવશે. રાજયમાં હાલ ૧,૩૦,૦૦૦થી વધુ ધારાશાસ્ત્રીઓ નોંધાયેલા છે. આ વખતે વધુ ત્રણ નવા બાર એસોસીએશન ચૂટણીમાં ઉમેરાયા છે. ચૂંટણીના ઈતિહાસમાં સૌપ્રથમવાર ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા જિલ્લા બાર એસોસીએશનમાં ફરજિયાતપણે એક મહિલા પ્રતિનિધિની ચૂંટણી યોજવાનું ફરમાન જારી કરાયું છે, તેથી તમામ બાર એસોસીએશનોને હવે મહિલા પ્રતિનિધિની ચૂંટણી ફરજિયાતપણે કરવાની રહેશે. બાર એસોસીએશન ઓફ ગુજરાત-૨૦૧૫ના નિયમો મુજબ, વન બાર, વન વોટ નિયમો મુજબ કોઇપણ વકીલ મતદાર કોઇપણ એક જ એસોસીએશનમાંથી મત આપી શકશે. એટલે કે, કોઈ વકીલ ભલે એકથી વધુ બાર એસોસીએશનનો સભ્ય હોય પરંતુ તે કોઇપણ એક બાર એસોસીએશનમાંથી જ મતદાન કરી શકશે. (પ-ર૦)
ઇલેકશન કમિટિમાં ચૂંટણીમાં ગેરરીતિ સહિતની ફરિયાદ થઇ શકશે
રાજયના વકીલમંડળોની ચૂંટણીમાં ગેરરીતિ સહિતની કોઈપણ પ્રકારની ફરિયાદ ઉભી થાય તો તેની સુનાવણી માટે ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા બાર એસોસીએશન ઓફ ગુજરાત નિયમો- ૨૦૧૫ ની રૂલ-૪૯ હેઠળ ચેરમેન જે.જે.પટેલના અધ્યક્ષસ્થાને ઇલેકશન કમીટીની રચના કરી દેવાઈ છે. જો કે, પરિણામના દસ દિવસમાં ઇલેકશન કમીટી સમક્ષ ફરિયાદ કરી દેવાની હોય છે. જો મતદાનના દિવસે જ કોઇ ગડબડી કે અન્ય ફરિયાદ ઉભી થાય તો સ્થળ પર ચૂંટણી અધિકારી(રિટર્નીંગ ઓફિસર)ને પોતાની ફરિયાદ આપી શકાશે.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
