News of Wednesday, 6th November 2024
પારસી પરિવારે જતનથી સાચવેલી ભગવાન સ્વામીનારાયણની ૨૦૦ વર્ષ જૂની પાઘડીનાં દર્શન સુરતમાં ભાઈબીજના દિવસે કરી શકાય
૧૮૮૧માં સુરત ગયેલા સ્વામીનારાયણ ભગવાને એ સમયે પારસી કોતવાલ અરદેશરને પોતાની પાઘડી અને એક શ્રીફળ આપ્યું હતું જે આજે પણ એ પારસી પરિવાર પાસે છે અને તેમણે એ બન્ને ચીજોનું જીવની જેમ જતન કર્યુ છે

મુંબઇ, તા.૬: વર્ષો પહેલાં સુરતમાં ભગવાન સ્વામીનારાયણે આપેલી પાઘડી જોવા માટે સુરતના ઘોડદોડ રોડ પર ભક્તોની ભીડ ઊમટી હતી. ૧૮૮૧માં સુરત ગયેલા સ્વામીનારાયણ ભગવાને એ સમયે પારસી કોતવાલ અરદેશરને પોતાની પાઘડી અને એક શ્રીફળ આપ્યું હતું જે આજે પણ એ પારસી પરિવાર પાસે છે અને તેમણે એ બન્ને ચીજોનું જીવની જેમ જતન કર્યું છે. લોકો પણ આ પાઘડીનાં દર્શન કરી શકે એ માટે આ પારસી પરિવાર દર ભાઈબીજે એની વ્યવસ્થા કરે છે.
આ કોઈ સામાન્ય પાઘડી નથી, પરંતુ સદીઓ પહેલાં ભગવાન સ્વામીનારાયણે એ પહેરી હતી અને ૨૦૦ વર્ષ પહેલાં તેઓ જ્યારે સુરત ગયા હતા ત્યારે અરદેશર પરિવારને એ ભેટ આપી હતી. ૧૮૮૧માં માગશર સુદ તેરસે સુરતથી નીકળતાં પહેલાં અરદેશર પરિવારની સેવાથી -સન્ન થઈને આ પાઘડી તેમણે આપી હતી. એ પાઘડી પછી તેમના દીકરા જહાંગીરશાહ પાસે ગઈ. જોકે તેમનું બહુ યુવાનવયે મળત્યુ થતાં એ પાઘડી તેમનાં પત્ની દોશીબાઈ કોતવાલ પાસેથી જાગીરદાર સોરાબજી એદલજી વાડિયા પાસે આવી. હાલમાં જાગીરદારની ત્રીજી પેઢી પાસે આ પાઘડી સંરક્ષિત છે. આ પરિવાર આમ તો પારસી છે, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષથી તેમણે પારસી ધર્મની સાથે સ્વામીનારાયણ સં-દાય પણ અપનાવ્યો છે. વાડિયા પરિવારે હવે પાઘડી માટે એક અલગ રૂમ બનાવી છે. તેઓ રોજ આ પાઘડીની પૂજા કરે છે. આ પરિવાર શ્રીજી ભગવાનની કંઠી અને પારસી ધર્મની જનોઈ બન્ને ધારણ કરે છે.
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
