News of Wednesday, 6th November 2024
નર્મદામાં વધુ એક આધેડ અને મહિલાએ ઝેરી દવા ગટગટાવી, આધેડનું મોત, મહિલા સારવાર હેઠળ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લામાં એક બાદ એક લોકો ઝેરી દવા પી આપઘાત કરવાની ઘટન બની રહી છે જેમાં દિવાળી સમયે આવી ઘટના બની હતી અને હાલમાં પણ વધુ બે ઘટનામાં એક આધેડ અને એક મહિલાએ દવા પીધી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે
મળતી માહિતી અનુસાર ડેડીયાપાડા તાલુકાના ધનોર ગામે બનેલી ઘટનામાં રામસીંગભાઇ કુંવરજીભાઇ વસાવા (ઉ.વ.આ.૬૫) (રહે.ધનોર તા.દેડીયાપાડા જી.નર્મદા )નાઓએ પોતાની દિકરી પાસે પૈસા ની માંગણી કરતા પોતાની દિકરી એ પૈસા ના આપતા મનમાં લાગી આવતા પોતાની જાતેજ ઘરમાં મુકેલ ઝેરી દવા પી લેતા સારવાર અર્થે લઇ આવતા સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું.
ત્યારબાદ બીજી ઘટના માં ગરુડેશ્વર તાલુકાના વસંતપુરા ગામમાં વૈષ્ણવીબેન યતિષભાઈ તડવી (ઉ.વ.૨૩)(, રહે-વસંતપુરા તા-ગરુડેશ્વર જી.નર્મદા) નાઓ તા.૦૫/૧૧/ ૨૦૨૪ સવારના કોઈ અગમ્ય કારાણોસર પોતાના ઘરે ઝેરી દવા પી જતા સારવાર તેમને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે.
(11:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
