News of Wednesday, 6th November 2024
પીપરીયા નદી કિનારે જુગાર રમતા નબીરાઓને પોલીસે રૂ.૫૪.૮૧૦ ના મુદ્દામાલ સાથે ૬ ને ઝડપી લીધા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લા ના ગરુડેશ્વર તાલુકામાં આવેલા પીપરીયા ગામમાં જુગાર રમતા જુગારીઓને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી ગુનો દાખલ કર્યો છે
મળતી માહિતી અનુસાર ગરુડેશ્વર પોલીસે ચેકીંગ દરમિયાન મોટા પીપરીયા ગામના નર્મદા નદીના કિનારા બાજુ આવેલ ખેતરના શેઢા ઉપર લાકડાનો માળો બનાવી કેટલાક ઇસમો મોબાઇલની લાઇટના અજવાળે પત્તા પાનાનો પૈસાનો હાર જીત નો જુગાર રમી રમાડતા (૧) વર્ષદભાઇ રસીકભાઇ તડવી( ઉ.વ.૨૨ )(રહે. મોટા પીપરીયા મંદિર ફળીયુ તા.ગરુડેશ્વર જિ- નર્મદા )(2) વિજયભાઇ કરશનભાઇ તડવી( ઉ.વ.૩૦)( રહે.મોટા પીપરીયા દુકાન ફળીયુ તા.ગરુડેશ્વર જિલ્લો-નર્મદા) (૩) ભાનુભાઇ બામણજીભાઇ તડવી( ઉ.વ.૩૫) (રહે.મોટા પીપરીયા દુકાન ફળીયુ તા.ગરુડેશ્વર જિલ્લો-નર્મદા) (૪) દિપકભાઇ કુવેરભાઇ તડવી (ઉ.વ.૪૨) ( રહે.મોટા પીપરીયા રોડ ફળીયુ તા.ગરુડેશ્વર જિલ્લો-નર્મદા) (૫) અરવિંદ ભાઇ ભગવાનભાઇ તડવી (ઉ.વ.૫૫ )(રહે.મોટા પીપરીયા મંદિર ફળીયુ તા.ગરુડેશ્વર જિ-નર્મદા )નાઓ પકડાઇ ગયા હોય તેઓની અંગ ઝડતી દરમ્યાન રોકડા રૂ.૧૮૫૦/-તથા દાવ ઉપરના રૂ.૧૪૬૦/-મળી કુલ રોકડા રૂપિયા ૩૩૧૦/- તથા મોબાઇલ નંગ-૦૩ જેની કિ.રૂ.૬૫૦૦/- તથા મો.સા. નંગ-૦૩ જેની કિ.રૂ.૪૫,૦૦૦/- મળી કુલ રૂ.૫૪.૮૧૦/-મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન પકડાઇ જઇ તથા મહેશ ભાઇ ઉર્ફે મુન્નો સુમનભાઇ તડવી (રહે. મોટા પીપરીયા તા.ગરુડેશ્વર જિ-નર્મદા )નાઓ ભાગી જતાં પોલીસે તેને પણ પકડી તમામ સામે કાયદેસર કાર્યવાહી કરી છે.
(11:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
