News of Wednesday, 6th November 2024
રાજપીપળાની GMERS સિવિલ હોસ્પિટલની વિઝીટ મા આવેલા CEO એ મીડિયા સમક્ષ મૌન ધારણ કર્યું
વીતેલા દિવસોમાં સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ના અભાવે કેટલાક દર્દીઓ મોત ને ભેટ્યા હોવાના આક્ષેપો થયાં હતાં:સિવિલ હોસ્પિટલમાં લેવામાં આવતી સેવાઓની ટેન્ડર પ્રક્રિયા મા પણ વ્હાલા દવલા અને લાગવગ ના ગંભીર આક્ષેપો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાની મોટી ગણાતી GMERS સિવિલ હોસ્પિટલ ની મુલાકાતે આવેલા GMERS સીઈઓ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ની મુલાકાત કરી હતી.
પ્રતિનિધિ અને અન્ય પત્રકારોને GMERS ના CEO આવ્યા હોવાની જાણ થતા તેઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને વીતેલા દિવસોમાં સિવિલ હોસ્પિટલની ખામીઓને કારણે કેટલાક દર્દીઓ ના મોત થયા, ડોકટરો અને મેડિકલ સ્ટાફ, અને મેડિકલ સાધનો ની અછત ના પ્રશ્નો ના જવાબો મેળવવા તેમનો સંપર્ક કરાયો હતો, પણ આ તમામ મુદ્દે તેમણે કોઈપણ પ્રકારનો જવાબ આપવાના બદલે ચાલતી પકડી હતી.
ત્યારે હાજર પત્રકારો એ તેમની પાસે થી જવાબો મેળવવા રીતસર તેમની પાછળ દોટ મૂકી હતી, તેમ છતાં તેમણે કોઈ પણ પ્રકાર ના જવાબો આપ્યા વગર ચાલતી પકડી હતી, નર્મદા જિલ્લાની એકમાત્ર સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો ની બેદરકારી અને સાધનોની અછત ના ઘણા કિસ્સાઓ વારંવાર પ્રકાશમાં આવ્યા હતા, ત્યારે આ ખામીઓ સુધારવા ની દિશામાં સકારાત્મક પ્રત્યુત્તર આપવાના બદલે તેઓ જવાબો આપ્યા વિનાજ કાર માં બેસી ચાલી નીકળતાં લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. શું વિઝીટ માં આવેલા અધિકારીઓ એ સિવિલ અને મેડિકલ કોલેજ ના અધિકારીઓ ને બચાવવા પત્રકારો ને જવાબ આપવાનું ટાળ્યું હતું..? કે પણ કોઈ અંગત ફાયદા માટે મૌન ધારણ કર્યું હતું એવી પણ ચર્ચા ત્યાં ચાલી હતી.
બોક્ષ : કેટલાક ટેન્ડર માં પણ ગેરરીતિ થઈ હોવાની વાત માં એક લોન્ડ્રી નું ટેન્ડર ભરેલા વેપારી એ આ મુદ્દે CEO ને ત્યાં આવી રૂબરૂ મળી લેખિત રજૂઆત કરી હતી અને આ વેપારી ને આ બાબતે તપાસ જેવા અધિકારી એ જણાવ્યું હતું. તો શું ટેન્ડર પ્રક્રિયા માં થયેલી ગેરરીતિ બાબતે આ અધિકારી તપાસ કરી વેપારી ને ન્યાય અપાવશે કે પત્રકારો સમક્ષ મૌન ધારણ કરનાર અધિકારી ટેન્ડર બાબતે પણ ચુપકીદી જ સેવસે..?
(11:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
