<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th November 2024

રાજકોટ-લાલકુઆં સ્પેશિયલ ટ્રેન હવે અઠવાડિયામાં બે દિવસ દોડશે

લાલકુઆં-રાજકોટ સ્પેશિયલ લાલકુઆંથી 6 નવેમ્બરથી 1 ડિસેમ્બર 2024 સુધી દર રવિવારે અને બુધવારે દોડશે.

પશ્ચિમ રેલવેએ મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટથી લાલકુઆં વચ્ચે દોડતી સાપ્તાહિક વિશેષ ટ્રેન સપ્તાહમાં બે દિવસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. ટ્રેન નંબર 05046 રાજકોટ-લાલકુઆં સ્પેશિયલ રાજકોટથી 7 નવેમ્બરથી 2 ડિસેમ્બર, 2024 સુધી દર સોમવાર અને ગુરુવાર દોડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 05045 લાલકુઆં-રાજકોટ સ્પેશિયલ લાલકુઆંથી 6 નવેમ્બરથી 1 ડિસેમ્બર 2024 સુધી દર રવિવારે અને બુધવારે દોડશે.

(11:27 PM IST)