<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

ગુજરાત સરકાર દ્વારા ૨૧ થી ૨૩ નવેમ્‍બર દરમ્‍યાન સોમનાથમાં ચિંતન શિબિરનું આયોજન

મંત્રીમંડળના સભ્‍યો, IAS, IPS અધિકારીઓ હાજર રહેશે : સિસ્‍ટનેબલ ડેવલોપમેન્‍ટના ૧૦ મુદ્દાઓનો એક્‍શન પ્‍લાન

નવી દિલ્‍હી, તા.૭: ગુજરાતના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ સરકારની ત્રણ દિવસીય ચિંતન શિબિર સોમનાથ યોજાશે. રાજ્‍ય સરકારની ત્રણ દિવસીય ચિંતન શિબિર યોજાશે. આ ત્રણ દિવસીય ચિંતન શિબિર સોમનાથમાં યોજાશે. જેમાં ૨૧ નવેમ્‍બરથી ૨૩ નવેમ્‍બર સુધી ચિંતન શિબિર યોજાશે. તેમજ શિબિરમાં વિવિધ વિષયો પર ચિંતન કરવામાં આવશે. તેના અંતર્ગત રાજ્‍ય સરકાર આગામી આયોજનો પર મંથન કરશે.

મળતી માહિતી મુજબ, ડેવલપમેન્‍ટના ૧૦ મુદ્દા પર એક્‍શન પ્‍લાન તૈયાર થઈ શકે છે. તેમજ આ ચિંતન શિબિરમાં મંત્રીમંડળના સભ્‍યો, IAS, IPS અધિકારીઓ હાજર રહેશે. તો આગામી ૨૧ નવેમ્‍બર થી ૨૩ નવેમ્‍બર સુધીની આ શિબિરમાં આરોગ્‍ય પોષણ, રાજ્‍યમાં તૈયાર થતી નીતિઓ, શિક્ષણમાં ગુણાત્‍મક સુધારો સહિતના વિષયો ઉપર ચિંતન કરવામાં આવશે. આ ઉપરાંત સિસ્‍ટનેબલ ડેવલોપમેન્‍ટના ૧૦ મુદ્દાઓનો એક્‍શન પ્‍લાન તૈયાર કરવામાં આવી શકે છે. તેની સાથે રાજ્‍ય સ્‍તરે આગામી રોડમેપ પર સંદર્ભે સમિક્ષા કરવામાં આવશે.

(11:47 AM IST)