News of Thursday, 7th November 2024
સરકારને મગફળી વેચવા માટે ૩,ર૯,પપર ખેડૂતોની નોંધણીઃ ૧૧મીથી ટેકાના ભાવે ખરીદી
ટેકાનો ભાવ મણના રૂા. ૧૩પ૬.૬૦: મોટા ભાગની ખરીદી ગુજકોમાસોલ હસ્તક મગફળી માટે ૩,ર૯,પપર અડદ માટે ર૬ર, મગ માટે ૬૯૦ અને સોયાબીન માટે રર૦૭પ ખેડુતો નોંધાયાઃ ગુજકો માસોલ દ્વારા દિલીપ સંઘાણીના માર્ગદર્શન હેઠળ વ્યવસ્થા ગોઠવતા સી.ઇ.ઓ. દિનેશ સુથાર

રાજકોટ તા. ૭: રાજય સરકાર દ્વારા દર વર્ષે લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતી હોય છે. આ વખતે સરકારે મગફળી સહિતની ખેત ઉપજો વેચવા માટે ઓનલાઇન નોંધણીની મુદત તા. ૧૦ નવેમ્બર સુધી લંબાવતા ખરીદી તા. ૧૧ સોમવારથી શરૂ થશે ટેકાના ભાવે કુલ ખરીદી પૈકી મોટા ભાગની ખરીદી જાણીતી સહકારી સંસ્થા ગુજરાત સ્ટેટ કો. ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લિ. મારફત થશે. આ સંસ્થા ગુજકોમાસોલ તરીકે ઓળખાય છે. સંસ્થાના ચેરમેન શ્રી દિલીપ સંઘાણી અને ચીફ એકઝીકયુટીવ ઓફીસર શ્રી દિનેશ સુથારના માર્ગદર્શન હેઠળ ટેકાના ભાવે ખરીદીનું આયોજન થઇ રહ્યું છે. ગઇકાલે સાંજ સુધીમાં ૩,ર૯,પપર ખેડુતોએ મગફળી ટેકાના ભાવે વેચવા માટે નોંધણી કરાવી છે.
સંયુકત ખેતી નિયામકે પરિપત્ર પ્રસિદ્ધ કર્યો છે કે, ગુજરાતના ખેડૂતોના આર્થિક રક્ષણ માટે તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી વર્ષ ર૦ર૪-રપ માં ખરીદફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન રાજય સરકાર મારફત કરવામાં આવેલ છે. ભારત સરકારએ વર્ષ ર૦ર૪-રપ મગફળી માટે રૂ. ૬૭૮૩ (રૂ. ૧૩પ૬.૬૦ પ્રતિ મણ), મગ માટે રૂ. ૮૬૮ર (રૂ. ૧૭૩૬.૪૦ પ્રતિ મણ), અડદ માટે રૂા. ૭૪૦૦ (રૂ. ૧૪૮૦ પ્રતિ મણ) તથા સોયાબિન માટે રૂા. ૪૮૯ર (રૂ. ૯૭૮.૪૦ પ્રતિ મણ) પ્રતિ કિવન્ટલ ટેકાના ભાવ જાહેર કરેલ છે. ભારત સરકારની પી. એમ. આશા (પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન) યોજના અંતર્ગત પીએસએસ હેઠળ રાજયમાં આ પાકોની ટેકાના ભાવે ખરીદી થશે.
રાજયના તમામ જિલ્લાઓમાં ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવા ખેડૂતોની નોંધણી તા. ૧૦ સુધી લંબાવવામાં આવેલ છે, ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો ખાતે મારફતે વિના મૂલ્યે ઓનલાઇન નોંધણી નાફેડના ઇ-સમૃધ્ધિ પોર્ટલ મારફત કરવામાં આવે છે. રાજયના ખેડુત ભાઇસઓએ લાભ લેવા અનુરોધ છે.
વિવિધ ખરીદ કેન્દ્રો પર રાજયમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી તા. ૧૧ નવેમ્બરથી તા. ૮ ફેબ્રુઆરી સુધી નકકી કરવામાં આવેલ છે. રાજય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડુતો પાસેથી પુરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને તે માટે તમામ આગોતરૂ આયોજન હાથ ધરેલ છે.
ગુજકોમાસોલ દ્વારા તેના ભાગે આવતી ટેકાના ભાવની ખરીદી આવતા સોમવારથી શરૂ થશે. કુલ ૧૮૦ થી ર૦૦ કેન્દ્રો પર ખરીદી થશે. જરૂરિયાત મુજબ મગફળી ખરીદ કેન્દ્રોમાં વધઘટ કરવામાં આવશે. ખેડુત દિઠ મહતમ ૪ હજાર કિલો મગફળીની ખરીદી થશે. ગુજકોમાસોલ રાજકોટ, જૂનાગઢ, જામનગર, અમરેલી, સોમનાથ, દ્વારકા, મોરબી, પોરબંદર, મહિસાગર, પાટણ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, દાહોદ વગેરે જિલ્લાઓમાંથી ખરીદી કરશે.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
