News of Thursday, 7th November 2024
વસંત મસાલાએ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે અનિલ કપૂરને પસંદ કર્યા
પાંચ દાયકાઓથી આ બ્રાન્ડ તેના બેજોડ સ્વાદ અને સ્વાસ્થ્ય લાભો સાથે ઘર ઘરમાં ગળહિણીઓની પહેલી પસંદગી બની નવી ટેગ લાઇન બની ‘પ્યાર તો હોના હી થા': અનિલ કપૂર સાથે પહેલી જ વાર જોવા મળશે તેના ભાઇ સંજય કપૂર

અમદાવાદ તા. ૭: વસંત મસાલા છેલ્લાં ૫૪ વર્ષોથી મસાલા ઉદ્યોગમાં અગ્રગણ્ય નામ છે. હવે આ કંપનીના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે બોલીવૂડના જક્કાસ અભિનેતા અનિલ કપૂરની પસંદગી કરી છે. તેમજ નવી ટેગલાઇન ‘પ્યાર તો હોના હી થા' પણ રજૂ કરવામાં આવી છે. આ ટેગલાઈન જણાવે છે કે કઈ રીતે વસંત મસાલા દરેક વાનગીનો સ્વાદ વધારે છે અને એવી રસોઈ બનાવે છે જે માત્ર આપણાં સ્વાદને તળપ્ત જ નથી કરતી પરંતુ પરિવારોમાં પ્રમ ભર્યાં સંબંધોને પણ મજબૂત બનાવે છે, ડાઈનિંગ ટેબલ પર દરેક ક્ષણોને પરસ્પર પ્રેમ અને સંપ ભરેલી બનાવે છે.
વસંત મસાલાની આ ટીવીસીમાં સ્ક્રીન પર પહેલી જ વાર અનિલ કપૂર સાથે તેના ભાઈ સંજય કપૂરની રોમાંચ ભરી રજૂઆત જોવા મળશે. બે ભાઈ વચ્ચેનો તેમનો આ સંબંધ વસંત મસાલાના નવા સંદેશનો આ સાર રજૂ કરે છેઃ પ્રેમ માત્ર એક ભાવના નથી, પરંતુ આ એક એવો અનુભવ છે જે આપણને જોડે છે, ખાસ કરીને પારિવારીક જીવન અને ઉજવાતી પરંપરાઓના સંદર્ભમાં. આ રોમાંચ ભર્યાં આવિષ્કારના ભાગ રૂપે, વસંત મસાલા આધુનિક લોગો સાથે બ્રાન્ડની તદ્દન નવી ઓળખ પણ જાહેર કરે છે. આ નવી ઓળખ વસંત મસાલાની તેનાં ગ્રાહકોના સ્વાદ અને પસંદ સાથે સુમેળ સાધવાની તેની પ્રતિબધ્ધતાને દર્શાવે છે.
વસંત મસાલાના સીએમડી શ્રી ચંદ્રકાંત ભંડારીએ બ્રાન્ડના વિકાસ પર પ્રકાશ પાડતા કહ્યું કે-દાયકાઓથી ભારતીય ઘરોમાં શુદ્ધતા પહોંચાડવી એ વસંત મસાલાનો આધારસ્તંભ રહ્યો છે. ટેગલાઈન ‘પ્યાર તો હોના હી થા' સાથે અમે આ આધારસ્તંભને સમળદ્ધ જ નથી કરી રહ્યા, પરંતુ સ્વાદથી વિશેષ દિલને સ્પર્શતા સંબંધને પણ મજબૂત બનાવીએ છીએ. અનિલ કપૂરનું જોડાવવું એ પરંપરા, આધુનિકતા અને યુનિવર્સલ અપીલનો શ્રેષ્ઠ સમન્વય છે, જે દરેક ઉંમર સમૂહના લોકો માટે રોચક બની રહેશે. આ અભિયાન અમારા વારસાને ઉજવતા વિશાળ ગ્રાહક વર્ગ સુધી પહોંચે છે, વસંત મસાલાને વધુ ને વધુ ઘરો સુધી પહોંચાડે છે અને આવનારા અનેક વર્ષો સુધી અમારા વિકાસને ગતિ આપશે.
અનિલ કપૂરે આ સહયોગ બાબતે પોતાની ખુશીને વ્યક્ત કરતા કહ્યું કે-હું વસંત મસાલાની નવી યાત્રાનો હિસ્સો બનીને રોમાંચિત છું, જે તેની ઉત્તમ ગુણવત્તા માટે વિખ્યાત છે અને સર્વશ્રેષ્ઠ આપવાની આ બ્રાન્ડની પ્રતિબદ્ધતા પર મને પૂરો વિશ્વાસ છે. આ અભિયાન કોઈ ઉત્પાદનને પ્રોત્સાહિત કરવાથી વિશેષ છે, આ પ્રમ, પરિવાર અને આપણાં તોહ ભર્યાં સંબંધોનો ઉત્સવ છે. વળી મારા ભાઈ સંજય સાથે પહેલી જ વાર સ્ક્રીન શૅર કરવા મળી હોઇ તે વાત મને વધુ ઉત્સાહિત કરે છે. આ હાર્દિક અભિયાન લોકોને કઈ રીતે જોડે છે એ જાણવા હું આતુર છું.
ભારતીય મસાલાની બજારમાં એક અગ્રણી બ્રાન્ડ તરીકે, વસંત મસાલા ગ્રાહકો સાથેના તેનાં ભાવનાત્મક સંબંધોને વધુ દૃઢ કરતા ઉત્તમ ગુણવત્તાના ઉત્પાદનો રજૂ કરવા પ્રતિબદ્ધ છે. વસંત મસાલા છેલ્લાં ૫૪ વર્ષોથી ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને દેશનાં અન્ય પ્રાંતોમાં લાખો પરિવારોના સ્વાદને તળપ્ત કરે છે. ઉત્પાદનોની તેની વ્યાપક શ્રેણી જેમ કે બ્લેંડેડ મસાલા, હિંગ, મૂળભૂત મસાલા અને ખાંડેલા મસાલા સાથે વસંત મસાલાએ વૈશ્વિક સ્તરે તેની ઓળખ પ્રસ્થાપિત કરી છે. પાંચ મહાદ્વીપોમાં નિકાસ કરાતા વસંત મસાલા તેની બેજોડ ગુણવત્તા અને વ્યાપક લોકપ્રિયતા માટે ઓળખાય છે. આ વિશ્વસનીય બ્રાન્ડ ગ્રાહકોને નિરંતર ઉત્કળષ્ટ મસાલા પૂરાં પાડતી આવી છે, જેના ફળ સ્વરૂપ છેલ્લાં પાંચ દાયકાઓથી આ બ્રાન્ડ તેના બેજોડ સ્વાદ અને સ્વાસ્થ્ય લાભો સાથે ઘર ઘરમાં ગળહિણીઓની પહેલી પસંદગી બની છે.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
