News of Thursday, 7th November 2024
ડભોઇ-વડોદરા માર્ગ પર હીટ એન્ડ રન:ફરતીફૂઇ નજીક અજાણ્યા વાહને અડફેટે લેતા આધેડનું મોત
આધેડ ચાલીને ઘરે જતા હતા ત્યારે અજાણ્યું વાહન પૂરપાટ ઝડપે આવ્યું અને આધેડને અડફેટે લીધા

ડભોઈ વડોદરા રાજ્યધોરી માર્ગ પર ફરતીકુઈ નજીક હીટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં પેટ્રોલ પંપ પર સફાઈ કામની ફરજ બજાવી ચાલતા ઘરે જઈ રહેલા 50 વર્ષીય આધેડનું અજાણ્યા વાહનની અડફેટે મોત નિપજ્યું હતું.
ડભોઈ તાલુકાના ફરતીકુઈ ગામે રહેતા 50 વર્ષીય ગોવિંદભાઈ લલ્લુભાઈ વસાવા ડભોઈ વડોદરા માર્ગ પર આવેલા પેટ્રોલ પંપ ખાતે સફાઈનું કામકાજ કરી પોતાનું પેટિયું રળી ખાતા હતા. પેટ્રોલ પંપ ઉપર સફાઈનું કામકાજ પૂર્ણ કરી તેઓ ચાલતા પોતાના ફરતીકુઈ ખાતે આવેલા ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન પુરપાટ દોડતા એક અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી દેતાં આધેડ હવામાં ફંગોળાઈ રોડ પર પટકાતા ગંભીર ઇજા થઇ હતી.
આ દ્રશ્ય જોઈ જતા આવતા જતા વટે માર્ગુઓ તાત્કાલિક થોભી જઈ ગંભીર ઈજાગ્રસ્તની વ્હારે આવી 108 એમ્બ્યુલન્સ મારફતે આધેડને સારવાર અર્થે ડભોઈ હોસ્પિટલ ખસેડ્યા હ.તા પરંતુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત ગોવિંદભાઈ વસાવા હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે સત્વરે ઘટના સ્થળે આવી સ્થળ સ્થિતિ મુજબનું પંચનામું કરી ટક્કર મારી ભાગી છુટેલા વાહનને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
