<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

સુરતમાં હિટ એન્ડ રન:રોંગ સાઇડે પૂરપાટ ઝડપે આવતા ટેમ્પો ચાલકે અડફેટે લેતા રાહદારીનું મોત

ટેમ્પોએ અડફેટે લેતાં રાહદારી ફંગોળાઈને જમીન પર પટકાયો: સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

સુરત શહેરમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં એક ટેમ્પા ચાલકે રાહદારીને અડફેટે લેતા રાહદારીનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. સીસીટીવી માં જોઈ શકાય છે કે પૂરપાટ ઝડપે આવેલા ટેમ્પા ચાલકે રાહદારીને અડફેટે લેતા તે ફંગોળાઈને જમીન પર પટકાઈ છે.

સુરત શહેરમાં વહેલી સવારે એક ટેમ્પા ચાલકે રાહદારીને અડફેટે લેતા મોત નીપજ્યું છે. અકસ્માત બાદ ટેમ્પો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ગત 5 નવેમ્બર 2024ના રોજ રામપુરા પેટ્રોલ પંપ પાસે આ ઘટના બની હતી.

એક રાહદારી વહેલી સવારે રસ્તા પર ઉભો હતો. આ દરમ્યાન એક ટેમ્પો ચાલક પુરપાટ ઝડપે આવ્યો હતો અને રાહદારીને અડફેટે લેતાં તે ફંગોળાઈને જમીન પર પટકાયો હતો. આ ઘટના બાદ ત્યાં હાજર લોકો દોડી આવ્યા હતા આ ઘટનામાં રાહદારીને ગંભીર ઈજા થતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. સીસીટીવી માં જોઈ શકાય છે કે રાહદારીને અડફેટે લઈને ટેમ્પો ચાલક ત્યાંથી ફરાર થઈ જાય છે. વહેલી સવારે 4.26 કલાકે આ ઘટના બની હતી.

(1:06 PM IST)