<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

ફીનું ગ્રહણઃ આયુર્વેદ-હોમીયોપેથી ફેકલ્‍ટીમાં ૪૦૦થી વધુ છાત્રોએ પ્રવેશ રદ કરાવ્‍યો

તોતીંગ ફી ન પોસાતા અન્‍ય ફેકલ્‍ટીમાં શિક્ષણનો માર્ગ અપનાવ્‍યો

અમદાવાદ તા. ૭: ગુજરાત રાજયમાં શિક્ષણ મોંઘુદાટ બની રહ્યું છે. તોતીંગ ફી સામે ઉચ્‍ચ ફેકટરીમાં અભ્‍યાસ કરવા વિદ્યાર્થીઓ ‘મોં' ફેરવી રહ્યા છે. મેડીકલ ક્ષેત્રે આયુર્વેદ અને હોમિયોપેથી શિક્ષણમાં ઉંચી ફી થી ૪૦૦ની વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ રદ કર્યો છે.

મેડીકલ-ડેન્‍ટલમાં તમામ બેઠકો ઉપર પ્રવેશ ફાળવ્‍યા પછી ૬૪ વિદ્યાર્થીઓએ પ્રવેશ રદ કરતા બેઠકો ખાલી પડી છે. આયુ઼ર્વેદ અને હોમીયોપેથી વિદ્યાશાખામાં પ્રવેશ મળ્‍યા પછી રદ કરતા રૂા. ૧૦ હજારની ડીપોઝીટ પ્રવેશ સમિતિએ જપ્‍ત કરી છે. આવી જ સ્‍થિતિ મેડીકલ ડેન્‍ટલમાં છે.

મેડીકલ ફેકલ્‍ટીમાં પ્રવેશ માટે ‘નીટ' આધારે ચાર કોર્ષ મેડીકલ, ડેન્‍ટલ, આયુર્વેદ અને હોમીયોપેથી ફેકલ્‍ટીમાં પ્રવેશ પ્રક્રિયા સ્‍ટેટ કોટાની બેઠકો ખાલી છે. ઉપરાંત ઓલ ઇન્‍ડીયા-કવોટાની બેઠકો ખાલી પડતા કેન્‍દ્ર સરકારે પ્રવેશની મુદત લંબાવવા ઉપરાંત ઓલ ઇન્‍ડીયા કવોટા અને સ્‍ટેટ કવોટાની ખાલી બેઠકો ભરવા માટે વધુ બે રાઉન્‍ડ કરવાની જાહેરાત કરવી પડી હતી

(1:58 PM IST)