News of Thursday, 7th November 2024
ગુજરાતની શાળાઓમાં ૩૯ હજાર શિક્ષકોની જગ્યા ખાલીઃ શિક્ષણને અસર
સરકારી પ્રાથમિક શાળામાં ર૩ હજાર-માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ૧પ હજાર શિક્ષકોની જગ્યા ખાલી

રાજકોટ તા. ૭: છેલ્લા કેટલાક વર્ષોથી પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે સરકારી શાળાઓ શિક્ષકોના અભાવે બંધ થઇ રહી છે તો ખાનગી શાળાઓ શહેરો બાદ ગ્રામ્ય વિસ્તારમાં ઝડપથી ખૂલી રહી છે. શિક્ષકોના અભાવે શિક્ષણ પર ગંભીર અસર જોવા મળી છે. સંતાનોને સારૂં શિક્ષણ અપાવવા વાલીઓ આર્થિક બોજ સહન કરીને ખાનગી શાળાઓમાં અભ્યાસ માટે મોકલે છે.
ગુજરાત રાજયમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં ર૩ હજાર કરતા વધુ અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ૧પ હજારથી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે.
ગુજરાત રાજયમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં બાલવાટીકાથી ધો. પ સુધીમાં જ ૧પ હજાર જગ્યા ખાલી છે. જયારે ધો. ૬ થી ૮ માં ૮ હજાર કરતા વધુ જગ્યાઓ ખાલી છે. શાળા કક્ષાએ ભરતી પ્રક્રિયાઓ બંધ અને ધીમી રહેતા શિક્ષકોની જગ્યા મોટા પ્રમાણમાં ખાલી છે.
ગુજરાત રાજયમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં ૩૧ જુલાઇ ર૦ર૩ની સ્થિતિએ મંજુર મહેકમ ૧ લાખ ૯ર હજાર શિક્ષકો છે. તેની સામે કામ કરતા શિક્ષકોની સંખ્યા ૧ લાખ ૬૯ હજાર છે. રર૬પ૬ શિક્ષકોની જગ્યા ખાલી છે.
સરકારી તેમજ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનાં ૧ જુન ર૦ર૪ ની સ્થિતિએ શિક્ષકોની ૧પ હજારથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
