News of Thursday, 7th November 2024
શુક્રવારે યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાલી મંદિર થૉડા કલાક માટે બંધ કરવામાં આવશે.
સાંજના 4 થી બીજા દિવસે સવારે 6:00 વાગ્યાં સુધી દર્શનાર્થી ઓ માટે બંધ રાખશે :મંદિરના ગર્ભ ગ્રુહમા ચોરીની ઘટના બાદ મંદિરના શુદ્ધિકરણ માટે મંદિર બંધ રાખવામાં આવશે

પાવાગઢ :શક્તિપીઠ અને યાત્રાધામ પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે ગત 27 મી ઓક્ટોબર 2024ની મોડીરાત્રે ઘરફોડિયા તસ્કરે કડક સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં મંદિરમાં ઘૂસીને મહાકાળી માતાજીના આભૂષણોની ચોરી કરી હતી. મંદિરમાંથી ચોરી થયેલા 78 લાખની રકમના સોનાના 6 હાર અને સોનાના ઢાળ ચડાવેલા બે મુગુટ સાથે એક તસ્કરની પોલીસે ધરપકડ કરી લીધી હતી. ત્યારે હાલમાં મળતી માહિતી મુજબ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાલી મંદિર થોડા સમય માટે બંધ કરવામાં આવશે.
જેમાં મંદિર દ્વારા અપાયેલ માહિતી મુજબ મહાકાલી મંદિર આવતીકાલે 8 નવેમ્બર શુક્રવાર ના રોજ સાંજના 4 થી બીજા દિવસે સવારે 6:00 વાગ્યાં સુધી દર્શનાર્થી ઓ માટે બંધ રાખવામાં આવશે. ઉલ્લેખનિય છે કે 27/10 ના રોજ મંદિરના ગર્ભ ગ્રુહમા ચોરીની ઘટના બાદ મંદિરના શુદ્ધિકરણ માટે મંદિર બંધ રાખવામાં આવશે. ત્યારે આ દરમિયાન શુદ્ધિકરણ વ્યવસ્થિત રીતે થઇ શકે તેને લઇને મંદિરને બંધ કરવામા આવનાર છે.
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના નસરપુરના આ તસ્કરની પહેલી ચોરી હોવાનું તેણે પોલીસને જણાવ્યું હતું. પરંતુ તસ્કર જે રીતે ચોરીને અંજામ આપવાનાં સાધનો સાથે મંદિરમાં ઘૂસ્યો હતો એ જોતા તેને આ ચોરીને અંજામ આપવા માટે પાકી યોજના બનાવી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે સમગ્ર ઘટનાને લઇ પોલીસ વધારે તપાસ હાથ ધરી છે.
(1:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
