News of Thursday, 7th November 2024
ગુજરાતમાં મિશ્ર ઋતુનો અનુભવ: બપોરે આકરો તાપ અને રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ : જાણો ક્યાં કેટલું તાપમાન
ડીસામાં અને રાજકોટમાં 38 ડિગ્રીથી વધુ મહત્તમ તાપમાન :નલિયા અને ગાંધીનગરમાં 19 ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાન નોંધાયું

અમદાવાદ : ગુજરાતમાં મિશ્ર ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. બપોરે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે જ્યારે રાત્રી અને વહેલી સવારે આછેરી ઠંડી અનુભવાઇ રહી છે. આગામી 4-5 દિવસ હવામાનમાં કોઇ મોટો ફેરફાર આવવાની શક્યતા નહીવત હોવાનું હવામાન વિભાગનું માનવું છે. આજે ડીસામાં અને રાજકોટમાં 38 ડિગ્રીથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે નલિયા અને ગાંધીનગરમાં 19 ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આવતીકાલે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી રહી શકે છે.
આજે રાજ્યમાં નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ ડીસામાં 38.6 ડિગ્રી, રાજકોટ 38.4, ભુજમાં 38.3, સુરેન્દ્રનગરમાં 37.5, અમદાવાદમાં 36.6, વડોદરામાં 36.4 , પોરબંદરમાં 36.4, વેરાવળમાં 36.3, અમરેલીમાં 36.2, ગાંધીનગરમાં 36, વલ્લભ વિદ્યાનગરમાં 35.9, સુરતમાં 35.8, કેશોદમાં 35.8, ભાવનગરમાં 35.6, નલિયામાં 35.5, મહુવામાં 35.4, જામનગરમાં 35.1, કંડલા પોર્ટમાં 35, ઓખામાં 32.5, દ્વારકામાં 31.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
રાજ્યના લઘુત્તમ તાપમાનમાં નલિયામાં 19.5 ડિગ્રી, ગાંધીનગરમાં 19.8, મહુવામાં 19.9, અમરેલીમાં 20.8, કેશોદમાં 21.1, વડોદરામાં 21.4, અમદાવાદમાં 21.8, ડીસામાં 22, ભાવનગરમાં 22.2, જામનગરમાં 22.2, રાજકોટમાં 22.3, સુરતમાં 22.5, પોરબંદરમાં 23, સુરેન્દ્રનગરમાં 23, વલ્લભ વિદ્યાનગરમાં 23.4, ભુજમાં 23.8, વેરાવળમાં 24.4, કંડલા પોર્ટમાં 25, ઓખામાં 27 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
(8:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
