News of Thursday, 7th November 2024
રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ લીંબડીમાં રૂ. 1918 બોલાયો: જાણો અન્ય 53 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી
ગુજરાતની 53 માર્કેટ યાર્ડમાં કુલ 4,265.67 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક ?

અમદાવાદ :આજે ગુજરાતની 53 માર્કેટ યાર્ડમાં કુલ 4,265.67 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ લીંબડી માર્કેટ યાર્ડમા 1918 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1525 રૂ. અને નીચો ભાવ 1340 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય જેતપુરમાં 1601 રૂ., બાબરામાં 1600 રૂ., માણાવદરમાં 1595 રૂ., બોટાદમાં 1580 અને ગોંડલમાં 1561 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 4,265.67 ટન કપાસની આવક થઇ છે.

(8:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
