News of Thursday, 7th November 2024
રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝામાં 5105 રૂપિયા બોલાયો: જાણો અન્ય 24 યાર્ડમાં આજનો શું ભાવ રહ્યો? : જુઓ સંપૂર્ણં યાદી
ગુજરાતની 24 માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,092.60 ટન જીરાની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક?

અમદાવાદ :આજે ગુજરાતની 24 માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,092.60 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5105 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 4000 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત રાધનપુરમાં 5001 રૂ., દસાડા-પાટડીમાં 5 હજાર રૂ., હળવદમાં 4901 રૂ., ગોંડલમાં 4851 રૂ., રાજકોટમાં 4831 રૂ., માંડલમાં 4785 રૂપિયા ભાવ બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 1,092.60 ટન આવક થઇ છે.

(8:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
